આ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતના કચ્છમાં ખેડૂતો દ્વારા થઈ રહેલી ડ્રેગન ફ્રૂટ્સની ખેતીનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું, આજકાલ કચ્છમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટ્સની ખેતી માટે પ્રશંસનીય કામ કરી રહ્યા છે. અનેક જ્યારે સાંભળે છે તો તેમને આશ્ચર્ય થાય છે કે કચ્છ અને ડ્રેગન ફ્રૂટ. પરંતુ આજે ત્યાંના અનેક ખેડૂતો આ કાર્યમાં લાગેલા છે.
ફળની ગુણવત્તા અને ઓછી જમીનમાં વધારે ઉત્પાદનને લઈ અનેક ઈનોવેશન કરવામાં આવી રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા વધી રહી હોવાનું મને જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને નાસ્તામાં તેનો ઉપયોગ વધ્યો છે. દેશે ડ્રેગન ફ્રૂટ્સની આયાત ન કરવી પડે તેવો કચ્છના ખેડૂતોનો સંકલ્પ છે. આજ તો આત્મનિર્ભરતાની વાત છે.
સતત માસ્ક પહેરવાથી કંટાળી જતા લોકોને મોદીએ શું આપી મોટી સલાહ ? જાણો મહત્વનિ વિગત
ગેરમાર્ગે દોરતી વિજ્ઞાપન માટે સેલિબ્રિટીને થશે દંડ, નવા ગ્રાહક સુરક્ષા કાયદામાં થયા આ 10 મોટા બદલાવ, જાણો વિગત
દેશમાં એક ડઝન રાજ્યોમાં લદાયું વીકએન્ડ લોકડાઉન, જાણો ક્યા ક્યા રાજ્યોમાં બધું બંધ ?