ગાંધીનગર: રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે જૂનાગઢના માણાવદરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. બોટાદના ગઢડામાં સવા બે ઈંચ અને પોરબંદરના કુતીયાણામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. અન્ય વિસ્તારમાં દોઢથી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વડગામમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલીમાં 20 મીમી વરસાદ પડ્યો છે.

રાજ્યમાં 6 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં 9 એમ.એમ, ખેડાના ગલતેશ્વરમાં 7 એમ.એમ અને આણંદના ઉમરેઠમાં 4 એમ.એમ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે.

આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસશે. રાજ્યમાં ચોમાસાની સમય કરતાં વહેલી શરૂઆત થશે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.