Gujarat Rain Update:રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે, આજે પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેંજ એલર્ટ અપાયું છે. પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે. 16 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર,સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, મહિસાગર, પંચમહાલ,દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં નોંધાયો વરસાદ
હવામાન વિભાગની ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 76 તાલુકામાં એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના સંખેડામાં 4.02 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ વરસાદ વરસ્યો, છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં વ્યારા તાલુકામાં 3.54 ઈંચ, ડભોઈ તાલુકામાં 3.15 ઈંચ,દાંતા અને રાધનપુર તાલુકામાં 3.11 ઈંચ, ખેડબ્રહ્મા અને વાલોડ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
સુરત શહેરમાં 2.80 ઈંચ વરસાદ વરસ્યો, મોરબીના માળિયામાં 2.68 ઈંચ વરસાદ, ડેડિયાપાડામાં 2.56 ઈંચ,જામકંડોરણામાં 2.40 ઈંચ,કુકરમુંડા અને ધ્રાંગધ્રા તાલુકામાં 2.32 ઈંચ, મહુવા તાલુકામાં 2.17 ઈંચ,સોનગઢ, નવસારી, માંગરોળ, ટંકારામાં 2.13 ઈંચ, વિજયનગર, પલસાણા, મોરબી, બોડેલીમાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો. 24 કલાકમાં સાંતલપુર તાલુકામાં 2.01 ઈંચ વરસાદ વરસ્યો છે.વડાલી, દહેગામ, સતલાસણા, કરજણમાં 1.93 ઈંચ, ધનસુરા 1.89 ઈંચ, પાવી જેતપુરમાં 1.85 ઈંચ,ઓલપાડ 1.81 ઈંચ, ભાણવડમાં 1.73 ઈંચ,વડગામ, બારડોલી, જલાલપોરમાં 1.73 ઈંચ,દાંતીવાડામાં 1.69 ઈંચ વરસાદ વરસ્યો છે.
ઉલ્લેખનિય છે કે સતત વરસાદથી રાજ્યના ડેમોની જળસપાટી પણ વધી રહી છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું જળસ્તર વધશે. 64,144 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. સાબરમતી નદી તોફાની બનતા કાંઠાના ગામ એલર્ટ કરાયા છે.
બાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સારો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તેને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે ઓક્ટબર સુધીના વેઘરને લઇને આંકલન કર્યું છે. એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, હાલ ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ ગઇ છે. ગણેશ ચતુર્થી બાદ નવરાત્રિનો નવ દિવસનો લાંબો ઉત્સવ મનાવાશે. આ પર્વમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે કેમ એ અંગે અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં ઓક્ટોબર સુધી મોનસૂન સક્રિય રહેશે અને છૂટછવાયો ક્યાંક ભારે તો કયાંક મધ્યમ વરસાદ વરસશે.
27 ઓગસ્ટથી દેશભરમાં ગણેશ ઉત્સવ શરૂ થશે. અંબાલાલ પટેલે ગણેશ ઉત્સની આસપાસ વરસાદની આગાહી કરી છે. ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદની ઝાપટાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો ભાદરવી પૂનમના મેળા સમયે પણ વરસાદ યથાવત રહેશે. નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાશે. આ સમયમાં એકાદ જિલ્લામાં વરસાદની ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 25 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 25થી 28 દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસશે.
અંબાલાલના આંકલન મુજબ આજે અને આવતી કાલે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસશે.ઉત્તર ગુજરાતના જિલ્લામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસશે, મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજે વરસાદનું અનુમાન છે.સ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદી ઝાપટા આજના દિવસે યથાવત રહેશે.દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે.રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામશે. બનાસકાંઠામાં ત્રણથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે. પંચમહાલ અને મહિસાગરમાં આઠ ઈંચ સુધીનો વરસાદ વરસશે. 25થી 28 ઓગષ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં 5થી 10 ઈંચ સુધી વરસાદની શક્યતા છે. વરસાદના કારણે નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરી વરસાદ વરસશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓક્ટોબર પહેલા સપ્તાહ સુધી ચોમાસુ સક્રિય રહેશે.