ગાંધીનગર: શિયાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. શિયાળાની ઋતુમા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે. આગામી 4 ડિસેમ્બરના ગુજરાતમાં વાતાવરણ પલટાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કમોસમી વરસાદથી રવિપાક બગડી શકે છે.
શિયાળું પાકનું વાવેતર કરનાર ખેડૂતો માટે માઠા સમાચાર છે. ચાર ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા કમોસમી વરસાદની સંભાવના છે.
રાજ્યના ગીર સોમનાથ, આણંદ, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે નવસારી, ભાવનગર, અમરેલી અને દ્વારકામાં પણ વરસાદ પડવાની શક્યતા છે.