ગાંધીનગર:  રાજ્યમાં આગામી 3 કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ શહેર,બોટાદ અને આણંદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. 40 થી 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.     


અમદાવાદમાં વરસાદની સંભાવના


હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.  આગામી ત્રણ કલાકમાં  શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, પશ્ચિમી પવનો છે જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધુ છે. લોકલ કન્વેક્ટિવિટીના કારણે વરસાદ થવાની સંભાવના છે.  અમદાવાદમાં આજે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. સાંજના સમયે વરસાદ થવાની શક્યતાઓ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.


વધુમાં કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન બનેલું છે,  જેના લીધે ભેજ એકઠો થઈ રહ્યો છે આ સાથે ગરમી પણ છે જેના કારણે લોકલ કન્વેક્ટિવિટી બનવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું ?


અરબ સાગર અને બંગાળની ખાડીમાં 8 અને 10 જૂનની વચ્ચે  એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે. હવામાન નિષ્ણાત મુજબ આ સિસ્ટમની અસર ગુજરાતના હવામાન પર પણ થઇ શકે છે. હવામાનના નિષ્ણાત અંબાલાલે પણ આવનાર વાવાઝોડાના ખતરા સંદર્ભે કેટલીક આગાહી કરી છે.


હવામાન નિષ્ણાત આંબાલાલે વાવાઝોડાની ગુજરાત પર અસરને લઇને આગાહી કરતા જણાવ્યું કે, 6 જૂનથી અરબ સાગરના મધ્યમ ભાગમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવાનું દબાણ રહેવાની શક્યતા જોવાઇ રહી છે. સાયકલોનિક સિસ્ટમ સક્રિય થતાં 7 અને 8 જુને દરિયા પર તેની ખાસ અસર જોવા મળશે દરિયો તોફાની બનશે જો કે વાવાઝોડાને લઇને રાજ્યમાં કોઇ મોટા નુકાનનો અનુમાન નથી.  જો કે ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં 4 જુનથી 11 જૂન સુધી વાવાઝાડાની અસર રહેશે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે.