બનાસકાંઠાના વાતાવરણમાં પલટોઃ બટેકા-જીરાના પાકને નુકશાનની શક્યતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Jan 2019 08:04 AM (IST)
પાલનપુરઃ બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. વાદળછાયા વાતાવરણને કારણે બટેકા-જીરા સહિતના રવિ પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. હાલ, ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.