ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસશે. સમય કરતાં ચોમાસાની સિઝન વહેલા શરૂ થશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસ ગુજરાતમાં છૂટો છવાયો વરસાત આવતો રહેશે. જ્યારે 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશન ઉદભવતા આ અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય છે. અમદાવાદમાં પણ ઝડપી પવન અને ગાજવીશ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ થન્ડરસ્ટોર્મ રહેશે જેથી પ્રથમ 3 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 13થી 15 જૂન સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.