Heavy Rain: ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થઇ ચૂકી છે, પ્રથમ રાઉન્ડમાં ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી મોટા ભાગના ડેમો પણ છલકાઇ ગયા છે. હવે નવા તાજા અપડેટમાં જાણવા મળ્યુ છે કે, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી છે, અને વરસાદનું જોર ઘટ્યુ છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે વરસાદના પ્રથમ રાઉન્ડમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો, ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો, જુઓ અહીં....
ચોમાસાની ઋતુના પ્રથમ રાઉન્ડમાં જબરદસ્ત રીતે વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સંપૂર્ણ રીતે મેઘો મહેરબાન થયો છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ નબળી પડી છે, અને વરસાદનું જોર ઘટ્યુ છે. પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર પંથક અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે, આ આંકડો 30 ટકાથી પણ ઉપર પહોંચ્યો છે.
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી છે, પરંતુ પ્રથમ રાઉન્ડના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં કુલ 23.12 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, આમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે, અનહીં સિઝનનો અત્યાર સુધીમાં 30.23 ટકા વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 26.84 ટકા વરસાદ પડ્યો છે, કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.89 ટકા અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.07 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે.
આજની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ભલે વરસાદી સિસ્ટમ નબળી પડી હોય પરંતુ આજે પણ અમૂક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે ખેડા, અમદાવાદ, આણંદમાં સામાન્ય વરસાદ અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.