અમદાવાદ: ગુજરાત મિશન 2022ને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત આવશે. અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક નિમવામાં આવ્યા છે. 10મી ઑગસ્ટથી ગેહલોત 2 દિવસના અમદાવાદ પ્રવાસે આવશે. લોકસભાના નિરીક્ષકોને સોંપાયેલી જવાબદારીનો રિવ્યુ કરશે. ધારાસભ્યો સાથે વ્યક્તિગત બેઠક પણ કરશે. પ્રભારી ડો રઘુ શર્મા અને પ્રમુખ જગદિશ ઠાકોર સાથે બેઠક કરશે. અગાઉ બે વખત ગેહલોતનો પ્રવાસ મુલત્વી રહ્યો હતો.
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિશન 2022ને લઈ કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દિધી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આગામી 10 ઓગષ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવશે. અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનિતીને આખરી ઓપ આપશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. 7 ઓગસ્ટ એટલે કે, આજે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ પડશે. કાલે એટલે કે સોમવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, સુરત, ભરુચ વરસાદની આગાહી કરાઈ છે. 9 ઓગસ્ટે અમદાવાદ, રાજકોટ, સુરત, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરુચમાં વરસાદ પડશે.
10 ઓગસ્ટે નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે. 11 ઓગસ્ટે અમદાવાદ, વડોદરા, અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, સુરેંદ્રનગર, મોરબી, પાટણ, ગાંધીનગર, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ધોધમાર વરસાદ પડશે. હવામાન વિભાગના મતે ભારે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટના દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.