રાજકોટઃ શહેરના કોઠારિયા રોડ પર આવેલા મહેશ્વરી સોસાયટીમાં શનિવારે જેઠાણીએ દેરાણીના ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. જેઠાણીએ દેરાણીના 3 વર્ષના પુત્રનું અપહરણ કરી ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને રાત્રે  ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.




મળતી માહિતા પ્રમાણે પારુલ વશરામ ડોબરીયાએ તેના દીયરના ત્રણ વર્ષના બાળક ખુશાલનું આંગણવાડીથી અપહરણ કરી ગળું દબાવીને હત્યા હતી. જે બાદ બાળકના મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો હતો. સમગ્ર મામલાને લઈને ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી જેઠાણી પારુલની ધરપકડ કરી પૂછપરછ હાથ કરી હતી.



જેમાં પારુલે જણાવ્યું હતું કે પોતાનો પુત્ર પણ આટલી જ ઉંમરનો હતો અને પોતાના પુત્રને પરિવારમાં પુરતું મહત્વ મળતું ન હતું. દેરાણીના પુત્ર ને વધુ મહત્વ મળતું હોવાથી તેણે દેરાણીના પુત્ ની હત્યા કરી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો.



ખુશાલનો આગામી 31 તારીખના રોજ જન્મ દિવસ હતો. ખુશાલનો જન્મ દિવસ ધામધૂમથી મનાવવાનો હોવાથી દેરાણીએ જેઠાણીને જન્મ દિવસની પાર્ટીનું આમંત્રણ પણ આપ્યું હતુ. જેનાથી જેઠાણી ને વધુ લાગી આવતા હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

ઝારખંડના CM તરીકે શપથ લેશે હેમંત સોરેન, વિપક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર