રાજકોટના જિલ્લા ગાર્ડનમાં રોઝી સ્ટાર્લિંગ નામના 6 પક્ષીના મોતથી સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. બર્ડના મોત બર્ડ ફ્લૂથી થયા હોવામી આશંકા 6 બર્ડના મૃતદેહને પીએમ માટે લઇ જવાયા છે.
રાજકોટમાં ગઇકાલે પણ 2 પક્ષીઓના મોત થયા હતા. સતત બીજા દિવસે પક્ષીઓના મોત થતાં જીલ્લા ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા આવનાર લોકો તેમજ આસપાસના રહીશોમાં ચિંતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અને દેશમાં બર્ડ ફ્લૂના કારણે અનેક પક્ષીઓના મોત થયા છે. ખાસ કરીને કાગડા, મરઘા અને કબૂતરના મોત વધારે થયા છે.
ગીર સોમનાથના ચીખલી ગામે દેશી મરઘા ફાર્મના 10 મરઘાનો બર્ડફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બર્ડફ્લૂ પોઝિટિવ કેસથી જિલ્લ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા 10 કિમીના વિસ્તારમાં માંસ અને ચિકન પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ આ વિસ્તારમાં અનેક મરઘાઓનો નાશ કરાયો છે.