ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી 19 જૂનના રોજ યોજાવાની છે. રાજ્યસભાની આ ચૂંટણી દરમિયાન સ્પેશલ ઓબ્ઝર્વર પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે દિલ્હીથી સ્પેશલ ઓબ્ઝર્વર ગુજરાત આવશે. જે મતદાનથી લઈ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ઉપસ્થિત રહેશે.

હાલ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નની સાથોસાથ સ્પેશલ ઓબ્ઝર્વર પણ હાજર રહેશે. તો સમગ્ર મતદાનની પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરાશે. રાજ્યસભાની ચૂંટણીમાં સૌ પ્રથમ વખત વીડિયોગ્રાફી અને સીસીટીવીની નજર હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા થશે. આ ઉપરાંત પ્રથમ વખત વેબકાસ્ટિંગની મદદથી દિલ્લીથી કેંદ્રીય ચૂંટણીપંચના અધિકારીઓ પણ આ ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખી શકશે.

રાજ્યમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યસભામાં માત્ર 172 ધારાસભ્યો જ મતદાન કરી શકશે. ભાજપ-103, કોંગ્રેસ-65, BTP-2,NCP-1 અને 1 અપક્ષ મળી કુલ 172 ધારાસભ્યો જ મતદાન કરી શકશે.