અમદાવાદઃ કોરોના સંક્ટ વચ્ચે સોશિયલ મીડિયા પર રામનંદ સાગરની જાણીતી ધાર્મિક સીરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનારા ગુજરાતી એક્ટર અરવિંદ ત્રિવેદીના નિધનની અફવા ઉડી હતી. રાવણના પાત્ર દ્વારા ઘરે ઘરે જાણીતા બનેલા અરવિંદ ત્રિવેદીના મોતના સમાચાર સાંભળી લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવવાનું શરૂ કર્યુ હતું. આ દરમિયાન રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવતાં સુનીલ લહરીએ આ ખબરનું ખંડન કર્યુ છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ લંકેશને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું, ગુજરાતનું ગૌરવ અને ભારતની પ્રજામાં લોકપ્રિય, રામાયણમાં રાવણનું અકલ્પનીય પાત્ર ભજવનાર પૂર્વ સાંસદશ્રી અરવિંદભાઈ ત્રિવેદીજીનું આજ ઈન્દ્રલોક ગમન થયેલ છે.
જે બાદ રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવતાં સુનીલ લહરીએ લખ્યું, આજકાલ કોરોનાના કારણે કોઈને કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. ઉપરથી અરવિંદ ત્રિવેદીના ખોટા સમાચાર. આ પ્રકારની અફવા ન ફેલાવવાની મારી વિનંતી છે. ભગવાનની દયાથી અરવિંદજી ઠીક છે અને ભગવાન તેમને સદાય સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના કરું છું.
પોતાની વાત કહીને સુનીલે અરવિંદ ત્રિવેદી સાથેની તસવીર શેર કરી છે. અભિનેતાની આ પોસ્ટ પર સીરિયલમાં સીતાનો રોલ કરનારી દીપિકા ચિખલીયાએ પણ પોતાની ભાવના વ્યક્ત કરવા ઈમોજી દ્વારા કમેંટ કરી છે.
ગત વર્ષે પણ અરવિંદ ત્રિવેદીના નિધનની ખબર ઉડી હતી. તે સમયે તેમના ભત્રીજાએ ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે તેઓ બિલકુલ ઠીક છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન રામાયણ અને મહાભારત ટેલીકાસ્ટ થઈ હતી. દર્શકોને આ બંને સિરિયલ ખૂબ પસંદ પડી હતી.
SCનો કેન્દ્ર સરકારને સવાલ, ત્રીજી લહેરમાં ક્યાંથી લાવશો મેન પાવર ? બાળકો સંક્રમિત થશે તો શું કરશો ?
Kerala Lockdown: દેશના વધુ એક રાજ્યએ લગાવ્યું લોકડાઉન, તાજેતરમાં યોજાઈ હતી ચૂંટણી
ગુજરાતના આ શહેરમાં બાઇક કે કારમાં બેસીને પણ લઈ શકાશે વેક્સીન, જાણો મોટા સમાચાર