દાહોદઃ ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને પગલે દાહોદનું રતનમહાલ રીંછ અભયારણ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વધતા જતા કોરોનાના કેસને લઈ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જલધારા, નળદા, કંજેટા, ઉદલમહુડા, પાનમ સહિત તમામ કેમ્પ સાઈટો પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગુજરાતભરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ રતનમહાલ અભયારણની મુલાકાત લેતા હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. કોરોના સામે સાવચેતીના પગલે અભયારણ બંધ કરાયું છે. આગામી 15ની ઓક્ટોબર સુધી પ્રવેશ બંધ કરાયો છે.
રાજ્યમાં ગઈ કાલે 1390 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,710 એક્ટિવ કેસ છે, જ્યારે 1,17,231 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,624 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,37,394 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, કચ્છમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં મળી કુલ 11 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 180, અમદાવાદ કોર્પોરેશનમાં 179, સુરતમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 92, જામનગર કોર્પોરેશનમાં 68, રાજકોટમાં 46, મહેસાણામાં 41, વડોદરામાં 41, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 32, અમરેલી અને પાટણમાં 30-30, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, ભાવનગર કોર્પોરેશનમાં 25, ભરૂચમાં 24 કેસ નોંધાયા હતા.
કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં ગઈ કાલે કુલ 1372 દર્દી સાજા થયા હતા અને 61,966 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 43,56,062 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.32 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,88,158 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,87,748 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 410 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતનું કયું જાણીતું અભયારણ મુલાકાતીઓ માટે કરાયું બંધ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2020 08:32 AM (IST)
દાહોદનું રતનમહાલ રીંછ અભયારણ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વધતા જતા કોરોનાના કેસને લઈ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -