KUTCH : ગાંધીધામ GST કમિશનર આનંદ કુમાર પુલપાકાની પત્ની આજે દીકરીને લઈ GST ભવન સામે પતિ વિરુદ્ધ જ ધરણાં પર બેસી જતાં કમિશનરના ઘર પરિવારનો અંગત મામલો જગબત્રીસીએ ચઢ્યો છે.પતિ આનંદ કુમાર પોતાની સાથે વીસ વર્ષથી અન્યાય કરી રહ્યો હોવાનું જણાવી પત્ની રત્નાએ પોતાને અને દીકરીને તેમની સાથે ઘરમાં રહેવા દેવાની માંગણી કરતાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરતાં ભારે જોવા જેવી થઈ હતી.
પતિની નીતિ-રીતિથી ત્રસ્ત પત્ની રત્નાએ પત્રકારો સમક્ષ પતિ વિશે હિન સ્તરના આરોપ લગાડ્યાં હતા. એટલું જ નહીં પતિને સૂચક સંદેશ આપવા ‘આદમી બનો’ ‘અમને પાછાં રાખો' જેવા કટાક્ષયુક્ત પ્લેકાર્ડ ધરણાં સ્થળે પ્રદર્શિત કર્યાં હતા. રત્ના પુલપાકાએ જણાવ્યું કે “પતિ આનંદ કુમારે છૂટાછેડાં આપ્યાં વગર બીજા લગ્ન કરી લીધાં છે. બીજા લગ્નથી તેમને બે-ત્રણ બાળકો છે. તેઓ બીજી પત્ની અને સંતાનો સાથે રહે છે અને મને તેમજ મારી દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યાં છે. હું અને મારી દીકરી પતિ જોડે રહેવા ઈચ્છીએ છીએ....”
પ્રેમી યુગલને તાલિબાની સજા આપવાના કેસમાં 6 આરોપીઓ ઝડપાયા
રાજકોટના જેતપુરમાં ગઈકાલે 18 મેં ના રોજ પ્રેમી પંખીડાને તેમના જ પરિવારજનો દ્વારા તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ ઘટનામાં 6 આરોપીને ઝડપી પાડયા છે. આ પ્રેમી યુગલનેં જેતપુર નજીક પીઠડીયા ટોલ નાકા પાસે સીમ વિસ્તારમાં માર મારવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપી એક જ પરિવારના છે અને પ્રેમિકાના પતિના પરિવારજનો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં પોલીસે 6 આરોપીઓ ઘુસા પરમાર, કાળુ પરમાર, અતુલ પરમાર, હેમંત પરમાર, અજય પરમાર અને સાગર પરમાર નામના આરોપીને ઝડપી પાડયા છે.પ્રેમી પંખીડાની એમના જ પરિવારજનો દ્વારા પ્રેમ લગ્ન કરવા બદલ આકરી સજા આપવામાં આવી હતી. એક મહિના પહેલાં લવમેરેજ કર્યા હતા તેઓ એક મહિનાથી જેતપુર થી દૂર હતા પરંતુ તેઓ પોતાના ઘર નજીક આવી અત્યારે પરિવારજનોને આ બાબતની જાણ થઇ ગઇ હતી અને સીમ વિસ્તારમાં બંનેને લઈ ગયા હતા જ્યાં તેમને ડામ આપવામાં આવ્યો હતો તેમજ ઢોરમાર મારવામાં આવ્યો હતો.