હિંમતનગરઃ ઉત્તર ગુજરાતના વધુ એક જૈન સાધુ સેક્સ સ્કેન્ડલમાં ફસાયા છે અને તેમની સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ઈડર પાવાપુરી જલ મંદિરના સાધુ મહારાજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચ્યો છે.
પાવાપુરી જલ મંદિરના રાજા સાહેબ ઉર્ફે રાજતીલક સાગર સામે નોંધાયેલી ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, આઠ વર્ષ પહેલાં સાધુ મહારાજે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યું હતું.
આ અગાઉ પાવાપુરી જલ મંદિરના બે સાધુ મહારાજ સામે છેડતીની ફરિયાદ નોંધાઇ હતી. બે સાધુઓ પૈકી ના એક સાધુ સામે મંગળવારે મોડી રાત્રે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. અગાઉ બંને સાધુ મહારાજને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે શરતી જામીન આપ્યા હતા.
બે મહિના અગાઉ પાવાપુરી જૈન મંદિરના બે સાધુ સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઇ હતી. જૈન મંદિરના સાધુ સામે અગાઉ પણ ઇડર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ઉત્તર ગુજરાતના જૈન સાધુએ બાંધ્યા યુવતી સાથે શારીરિક સંબંધ, યુવતી કેમ પહોંચી પોલીસ સ્ટેશનમાં ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2020 11:33 AM (IST)
ઉત્તર ગુજરાતના વધુ એક જૈન સાધુ સેક્સ સ્કેન્ડલમાં ફસાયા છે અને તેમની સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ઈડર પાવાપુરી જલ મંદિરના સાધુ મહારાજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -