જોકે ગઈ કાલે નર્મદા નિગમે નર્મદા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવનાર હોવાની સતાવાર જાહેરાત કરતા જ નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ નર્મદા જિલ્લાના 3 તાલુકાના નાંદોદ, તીલકવાળા અને ગરુડેશ્વરના નર્મદા નદી કાંઠાના ગામોને સાબદા કરી દીધા છે. જોકે તંત્ર એલર્ટ બન્યું છે પરંતુ નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવનાર હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે ગેટ ખોલવામાં નથી આવ્યા.
જોકે નર્મદા નિગમ દ્વારા આજથી નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જોકે નર્મદા 138.68 મીટર સુધી ભરી શકાય છે પરંતુ પાણીની આવક થતાં પાણી છોડવામાં આવશે જેથી નદી કાંઠાના ગામોને નુકસાન ન થાય તેની પણ કાળજી લેવામાં આવી રહી છે.