Republic Day: 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા, ગૃહ મંત્રાલયે ગુરુવારે સુરક્ષા કર્મચારીઓ માટે વીરતા પુરસ્કારો અને સેવા ચંદ્રકોની જાહેરાત કરી હતી. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, 1,132 સુરક્ષા કર્મચારીઓને તેમની અસાધારણ સેવાઓ માટે સન્માન આપવામાં આવશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જેમને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે તેઓ ફાયર સર્વિસ, પોલીસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને કરેક્શનલ સર્વિસના છે.


ભારતના 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારક સેવાના કુલ 1,132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. 277 શૌર્ય ચંદ્રકોમાંથી, J&K પોલીસનાં 72 કર્મચારીઓ, મહારાષ્ટ્રના 18 કર્મચારીઓ, છત્તીસગઢના 26 કર્મચારીઓ, ઝારખંડના 23 જવાનો, ઓડિશાના 15 જવાનો, દિલ્હીના 8 કર્મચારીઓ, CRPFના 65 જવાનો, SSBના 21 જવાનોને એનાયત કરવામાં આવ્યા છે.  અને બાકીના અન્ય રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે. 


મેરીટોરીયસ સર્વિસ (MSM) માટેના 753 મેડલમાંથી 667 પોલીસ સેવા, 32 ફાયર સર્વિસ, 27 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવા અને 27 સુધારાત્મક સેવાને એનાયત કરવામાં આવ્યા છે.


વિશિષ્ટ સેવા માટેના 102 રાષ્ટ્રપતિ ચંદ્રક (PSM)માંથી 94 પોલીસ સેવા, 4 ફાયર સર્વિસ અને 4 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવાને એનાયત કરવામાં આવ્યા છે.


ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં રોકાયેલા 119 પોલીસ કર્મચારીઓ, 133 જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તૈનાત અને અન્ય પ્રદેશોમાં તૈનાત 25 જવાનોને આ વર્ષે આર-ડેની પૂર્વસંધ્યાએ તેમની બહાદુરીપૂર્ણ કાર્યવાહી માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.


ગુજરાતના ક્યા જવાનને મળશે મેડલ


બે પોલીસ અધિકારીઓને એનાયત થશે પ્રેસિડેન્ટ મેડલ 


15 પોલીસકર્મીઓએ એનાયત થશે વિશિષ્ટ સેવા મેડલ 


અમદાવાદ રેન્જના પ્રેમવીરસિંહને એનાયત થશે મેડલ 


અમદાવાદ શહેર ટ્રાફિકના એડી.કમિશનર નરેન્દ્ર ચૌધરીને મેડલ 


આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ કિરીટકુમાર ચૌધરીને મેડલ


આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ભમરાજી જાટને એનાયત થશે મેડલ 


ભગીરથસિંહ ગોહિલને પણ એનાયત થશે મેડલ 


ASI જાલુભાઈ દેસાઈને પણ મેડલ એનાયત 


ASI જયેશભાઈ પટેલને પણ મેડલ થશે એનાયત 


દિલીપસિંહ ઠાકોરને એનાયત થશે મેડલ 


અલતાફ પઠાણને એનાયત થશે મેડલ 


હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડીયાને મેડલ એનાયત 


અભેસિંહભાઈ રાઠવાને મેડલ એનાયત 


PSI કમલેશભાઈ ચાવડાને મેડલ એનાયત 


PSI યોગેન્દ્રસિંહ ચાવડાને મેડલ એનાયત 


ASI શૈલેષકુમાર દુબેને મેડલ એનાયત 


PSI શૈલેષ કુમાર પટેલને મેડલ એનાયત