ગાંધીનગરઃ CNG ભાવના વિરોધમાં ફરી એક વખત રિક્ષા યુનિયનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. થોડા દિવસ અગાઉ CNGના ભાવ વધારાના વિરોધમાં રિક્ષા યુનિયનોએ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી. જો કે બાદમાં સરકારે રિક્ષા યુનિયનો સાથે બેઠક કરી સમસ્યાનું સમાધાન લાવ્યું હતું. પરંતુ કેટલાક યુનિયનોએ આરોપ લગાવ્યો હતો કે સરકારે ભાજપ પ્રેરિત રિક્ષા યુનિયનોને બોલાવી જાતે જ જાહેરાત કરી હતી.


હવે ફરી રિક્ષા યુનિયનો આક્રમક બન્યા છે. આગામી 10 નવેંબરે રાજ્યના તમામ યુનિયનોની એક બેઠક મળશે. બાદમાં 12 તારીખે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવશે. ત્યારબાદ રીક્ષા ચાલકો 14 તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. બાદમાં 15 અને 16 તારીખે રિક્ષા ચાલકો હડતાલ પર જશે. જો રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે તો એકસાથે 9 લાખ કરતા વધારે રિક્ષાઓના પૈડા થંભી જશે.


રોહિત શર્મા બની શકે છે કેપ્ટન


વિરાટ કોહલીની હવે ટી20માં કેપ્ટનશીપ પુરી થઇ ગઇ છે, આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ ચારેયબાજુથી કોહલી પર ટિપ્પણીઓ અને ટીકાઓનો વરસાદ થવા લાગ્યો હતો, ત્યારે કોહલીએ આગામી કેપ્ટન અંગે ચોખવટ કરતી હિન્ટ આપી છે. ગઇકાલે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ નામિબિયા સામે વર્લ્ડકપ અને પોતાની છેલ્લી કેપ્ટન તરીકેની મેચ રમી હતી. આ મેચ બાદ કોહલીએ રોહિત શર્માને કેપ્ટન બનાવવા અંગે હિન્ટ આપી હતી. 


આ બધાની વચ્ચે કોહલીએ ટૉસ દરમિયાન સંકેત આપીને ખુલાસો કરી દીધો હતો કે, આગામી સમયમાં ટીમ ઇન્ડિયાનો ટી20 કેપ્ટન કોન હોવો જોઇએ. કોહલીએ આ દરમિયાન જ કહી દીધુ હતુ કે રોહિત શર્મા આગામી કેપ્ટન હશે. હાલમાં રોહિત શર્મા ભારતીય ટીમના ઉપકેપ્ટન છે, અને તેને કેપ્ટનશીપનો ખાસ્સો એવો અનુભવ છે. રોહિતના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વાર આઇપીએલ પર કબજો જમાવ્યો છે. 


'ટીમની કેપ્ટનશીપ કરવી ગર્વની વાત'
નામિબિયા સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી તેના માટે ગર્વની વાત છે, મને જે જવાબદારી સોંપવામાં આવી, મે તેને પુરી કરવાનુ કામ કર્યુ અને આ મારા માટે ગર્વની વાત રહી. હવે સમય છે કે હું આગળ માટે જગ્યા બનાવુ. ટીમ ઇન્ડિયાએ જે રીતે કામ કર્યુ છે તે તેના પર ગર્વ કરે છે. 


કોહલીએ કહ્યું કે, હવે સમય છે કે આવનારા ગૃપની જવાબદારી છે કે ટીમને આગળ લઇ જાય. રોહિત શર્મા પણ અહીં છે, તે કેટલાક સમયથી તમામ વસ્તુઓને જોઇ રહ્યો છે. સાથે ટીમમાં કેટલાય લીડર્સ છે, આવામાં આગળનો સમય ભારતીય ક્રિકેટ માટે સારો છે.