પેટ્રોલ-ડીઝલ, સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો થતા સીએનજી રીક્ષા ચાલકોને પણ રોજગારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. CNG ભાવ વધારાના વિરોધમાં તેમજ પોલીસની રીક્ષા ચાલકોને કનડગત ના કરે તેવા અલગ અલગ મુદા સાથે રિક્ષા ચાલકો આજે અમદાવાદ મેમનગરમા કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.


ઉલ્લેખનિય છે કે, પેટ્રોલ ડિઝલની કિંમતની સાથે CNG ભાવમાં વધારો થયો છે આ સ્થિતિમાં રીક્ષાચાલકો મિનિમમ ભાડું 20 રૂપિયા નિર્ઘારિત કરવાની માંગણી કરી રહ્યાં છે. ઉપરાંત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષા ચાલકોને થતી કનડગત મામલે પણ રીક્ષા ચાલકો નારાજ છે. આ સાથે રીક્ષા ચાલકોને નડતાં અનેક પ્રશ્નો મદ્દે આજે રીક્ષા ચાલકોએ કાળી પટ્ટી બાંધીને તેમની માંગણીની રજૂઆત કરી હતી.


અગાઉ પણ રીક્ષા યુનિયનની બેઠક યોજાઇ હતી. જેમાં રીક્ષા ચાલકોના આ તમામ મુદ્દે ચર્ચા થઇ હતી. યુનિયનની બેઠક સમયે જ 15 નવેમ્બર સુધી પ્ર્શનોનું નિરાકરણ ન આવતા હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.


રીક્ષા ચાલકોની માંગણી ન સંતોષાતાં આખરે 15 અને 16 નવેમ્બર સુધી  સુધી રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. . જેના કારણે રાજ્યમાં આશરે 15 લાખથી વધારે રિક્ષાના પેંડા થંભી જશે. રીક્ષા ચાલકો ની 2 દિવસની હડતાળમાં ૨૦ જેટલા યુનિયન જોડાશે.. રીક્ષા યુનિયનના નિવેદન મુજબ જો  બાદ સરકાર નહિ જાગે અને રીક્ષા ચાલકોના પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો રીક્ષા યુનિયને  21 નવેમ્બરથી  અચોક્કસ મુદત ની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળમાં રાજ્યના 9 લાખ રીક્ષા ચાલકો જોડાશે.

આ પણ વાંચો
India Corona Cases: કોરોનાને લઈ આવ્યા રાહતના સમાચાર, દેશમાં એક્ટિવ કેસ 522 દિવસના નીચલી સપાટીએ પહોંચ્યા


Climate Diplomacy: ક્લાયમેટ ડિપ્લોમસીમાં ભારતની મોટી જીત, જાણો વિગત


રાજકોટથી અમદાવાદ આવતા પરિવારને નડ્યો અકસ્માત, દાદા-દાદા-પૌત્રીનાં મોત, જાણો ક્યાંનો છે પરિવાર અને મૃતકોનાં નામ