Banaskantha: બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ રોડ રસ્તા ધોવાયા છે અનેક જગ્યાએ કાચા રસ્તા પણ ધોવાઈ જતા અમુક ગામોનો સંપર્ક તૂટે છે અને લોકો ચાલવામાં પણ મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે અમીરગઢ તાલુકામાં અનેક ગામડાઓમાં જતા રસ્તાઓ ધોવાતા કારણે વાહન ચાલકો જઈ શકતા નથી તેમ જ પગપાળા પણ લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે  .અમીરગઢનાં ખાટી ચિત્રા ગામે જવાનો 4 કિલો મીટર રસ્તો ધોવાયો છે. આ ગામે જવા માટે પાકો રસ્તો નથી પરંતુ જે કાચો રસ્તો હતો એ પણ ધોવાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.બાળકોને શાળામાં જવા માટે તેમજ સ્થાનિક લોકોને દવાખાને જવા માટે પણ મુશ્કેલ બન્યું છે.




બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાએ અનેક જગ્યાએ નુકસાન પહોંચાડ્યું છે અનેક રોડ રસ્તાઓ પણ તૂટી ગયા છે ત્યારે અમીરગઢ વિસ્તારના ખાટી ચીત્રા ગામે જવાનો માર્ગ ધોવાઈ ગયો છે આમ તો આ ખાટી ચિત્રા ગામ જવા માટેનો કોઈ પાકો રસ્તો નથી પરંતુ જે કાચો માર્ગ પણ સ્થાનિક લોકો દ્વારા જે બનાવવામાં આવ્યો હતો તે પણ આ વરસાદમાં ધોવાઈ જતા હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાટી ચિત્રા જવા માટેનો જે 4 કિલો મીટરનો માર્ગ છે ત્યાં કાચો રસ્તો હતો જેમાં સ્થાનિક લોકોએ જાતે આ રસ્તો બનાવ્યો હતો અને એ રસ્તાને લઈને લોકો અવરજવર કરતા હતા પરંતુ વરસાદમાં કાચો રસ્તો ધોવાઈ ગયો છે ત્યારે હવે આ કાચો રસ્તો ધોવાતા લોકોને બહારગામ જવું હોય કે બાળકોને સ્કુલે જવું હોય તો મુશ્કેલી પડી રહે છે.


લોકો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે પાકો રોડ બનાવવામાં આવે પરંતુ અનેક રજૂઆતો છતાં અનેક રાજકીય નેતાઓના વચનો આપ્યા હોવા છતાં આ રોડ હજુ સુધી બન્યો નથી અને કાચો રસ્તો જે હતો તે ધોવાઈ જવાથી લોકો અત્યારે મુશ્કેલી ઉઠી રહ્યા છે. વિકાસ વિકાસની વાતો વચ્ચે એક એવું ગામ છે જ્યાં હજુ સુધી પણ વિકાસ દેખાતો નથી. અમીરગઢના ખાટી ચિત્રા ગામે જવાનો માર્ગ વર્ષોથી લોકો માંગણી કરી રહ્યા છે પરંતુ પાકો રસ્તો બનાવવામાં આવતો નથી આઝાદી બાદ પણ આ ગામમાં જવા માટે હજુ સુધી કાચો રસ્તો જ છે.




 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં હજુ પણ લોકો એક પાકા રોડની માંગ કરી રહ્યા છે. આંતરિયાલ વિસ્તાર એવા અમીરગઢના ખાટી ચિત્રા ગામમાં પર્વતીય વિસ્તારોમાં છુટા છવાયા આદિવાસી સમાજ ના જે લોકો રહે છે તેમને આવવા જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે દર ચોમાસામાં અહીંયા રસ્તાઓ ધોવાઈ જાય છે અને સ્થાનિક લોકો પોતે જાત મહેનત કરી રસ્તો બનાવતા હોય છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ રસ્તો બનાવવાની કોઈ દરકાર લેવામાં આવી નથી ત્યારે હાલ આ વિસ્તારના લોકોને દવાખાને જવું હોય તો પણ મુશ્કેલ બન્યું છે અને દર્દીને ઉપાડીને લઈ જાય તેવી પરિસ્થિતિ આ રસ્તાઓના કારણે બની છે ત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે પાકો રસ્તો બનાવે તો જ આ વર્ષોની સમસ્યાનો ઉકેલ આવે.