Rohan Gupta Resigns: રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. રોહન ગુપ્તાએ અંગત પારિવારીક કારણોને લઈને રાજીનામું આપ્યં છે. નેશનલ સોશલ મીડિયા કો-ઓર્ડિનેટર છે રોહન ગુપ્તા. પિતાની નાદુરસ્ત તબિયત બાદ કેટલાક નેતાઓએ કર્યા હતા રોહન ગુપ્તા પર આરોપ. પક્ષના જ પક્ષના નેતાઓના આરોપોથી વ્યથિત હતા રોહન ગુપ્તા. રોહન ગુપ્તાએ કહ્યું કે, મારા અને મારા પરિવાર માટે કપરો કાળ. વ્યક્તિગત જીવનમાં સિનિયર નેતાઓએ આરોપ કર્યા. છેલ્લા ત્રણ દિવસથી છબી ખરડવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. એક નેતાના અહંકારી, અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે. મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે. મારી નમ્રતાને મારી નબળાઈ ન ગણવી જોઈએ. મે મારી ઉમેદવારી પાછી ખેંચીને જીનનો મુશ્કેલ નિર્ણય લીધો હતો.






કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. જોકે તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. રોહનના પિતા રાજકુમાર ગુપ્તાએ 2004ની લોકસભાની ચૂંટણી તત્કાલીન અમદાવાદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર લડી હતી, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.


રોહને મંગળવારે (19 માર્ચ) કહ્યું હતું કે તેમના પિતા ચૂંટણી લડવાના તેમના નિર્ણયથી ખુશ ન હતા અને તેમના પર દબાણ લાવવા માટે તેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી સાથેના દાયકાઓ જૂના સંબંધો પણ તોડી નાખ્યા હતા.


કૉંગ્રેસના નેતા રોહન ગુપ્તા દ્વારા એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ગંભીર તબીબી સ્થિતિને લીધે, મારા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પરત ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.


રોહન ગુપ્તાના પિતા  રાજકુમાર ગુપ્તાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. નાદુરસ્ત તબિયતનું કારણ ધરી કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.