ગીરનારમાં તૈયાર કરવામાં આવી રહેલા આ રોપ-વે સાથે અંદાજે 16 કેબિન કનેક્ટ કરવામાં આવશે. આ કેબિનમાં એક સાથે 16 લોકો ઉપર જઈ શકશે. રોપ-વ ચાલુ થયા બાદ યાત્રાળુ નવ જ મીનિટમાં ઉપર પહોંચી શકશે.
આ રોપ-વે સતત ફરતો જ રહેશે. તેમાં ઉપર પહોંચેલા યાત્રાળુને ઉતારતા ખાલી પડેલી કેબિનમાં પાછા ઉતરવા માગતા યાત્રાળુઓને બેસાડીને લઈ આવવામાં આવશે. યાત્રાળુઓને ઉપર દર્શન કરવા માટે એકાદ કલાક સુધી રહેવાનો સમય આપવામાં આવશે. ત્યારબાદ તેમને તે જ રોપવેમાં પાછા લઈ આવવામાં આવશે. આ રોપ-વેની ટિકીટ અંદાજે રૂપિયા 700 રાખવામાં આવે તેવી સંભાવના છે.