ભૂજ: પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ધીમે ધીમે ઇલેક્ટ્રિક કારને લોકો પસંદ કરી રહ્યા છે. ગુજરાતના કચ્છમાં એક કરોડ રૂપિયાની લક્ઝરિયસ ઇલેક્ટ્રિક કારની ખરીદી કરવામાં આવી હતી. કચ્છના રાજવી પરિવાર દ્ધારા ગુજરાતની પ્રથમ એક કરોડ રૂપિયાની ઇલેક્ટ્રિક કારની ખરીદી કરવામાં આવી હતી.


આ ઇલેક્ટ્રોનિક કાર માટે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ ખાસ જર્મનીને ઓર્ડર આપ્યો હતો. આ કાર જર્મનીથી કચ્છ આવી પહોંચી હતી. મહારાવ પ્રાગમલજી ત્રીજાએ પ્રદૂષણમુક્ત કાર માટે જર્મનીની કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝને ઇલેક્ટ્રિક કારનો ઓર્ડર આપ્યો હતો. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા હંમેશાં પર્યાવરણને જાળવી રાખવા અને બચાવવા માટે પ્રયત્નશીલ રહેતા હતા. મહારાવ પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારો અને ઓટોમોબાઇલના ખૂબ પ્રેમી હતા. મર્સિડીઝ બેન્ઝ કંપનીની આ ઇલેક્ટ્રિક કારની કિંમત 1 કરોડથી પણ વધુ છે. મર્સિડીઝ બેન્ઝની EQC-400 ઇલેક્ટ્રિક કાર માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો.12 જુલાઇના રોજ આ કાર ભુજ રણજિત વિલા પેલેસ પહોંચી હતી.


આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજનું ફીચર્ચ પણ છે. ઉપરાંત આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ સારું કહી શકાય. ઈલેક્ટ્રિક કારની અંદર 64 રંગની ઇન્ટીરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે, જેમાં એક્ટિવ બ્રેક આસિસ્ટ, બ્લાઇન્ડ સ્પોટ આસિસ્ટ ફીચર્ચ પણ છે. ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રીન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની હાઈટ અને બોડી પ્રમાણે એ સીટ ઓટોમેટિક એડજસ્ટ થાય છે. આ EQC- 400 ઇલેક્ટ્રિક કાર ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે, કારને ફુલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.