ગાંધીનગર : ગુજરાતમાં  PSIની ભરતીને લઈને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે  રાજ્યના  ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેને લઈને નિવેદન આપ્યું છે. પ્રદિપસિંહ જાડેજાએ  કહ્યું, અમારી સરકાર કોઇને અન્યાય થવા દેવા માંગતી નથી, ભરતીને લઈને ગેરસમજ ઉભી થઇ છે. 


પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું,  હાલ માં ગૃહ વિભાગ હેઠળ  4 સંવર્ગ જાહેરાત બહાર પડી હતી.  સોશિયલ મીડિયામાં કેટલીક ગેરસમજ ચાલી રહી છે.  પોસ્ટ બેઝથી ભરતી અંગેના ભૂતકાળમાં કોર્ટના ચુકાદા આધારે ગુજરાત સરકારએ 1993 બાદના અનામત અને રોસ્ટરના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.  આ રોસ્ટર રજીસ્ટર મુજબ અનામત વર્ગો જે તે સમયે વધ કે ઘટ બહાર આવી જતું હોય છે. 


હાલના ગૃહ વિભાગ હેઠળ  PSIની ભરતી જાહેરાત બહાર પડી છે. જેન લઈને સોશિયલ મીડિયા અનેક પોસ્ટ વાયરલ થઈ છે.  અમારી સરકાર કોઈને અન્યાય થવા દેવા માંગતી નથી. અનામત કેટેગરીને અન્યાય થવાના નિવેદનો લોકો આપી રહ્યા છે. 


પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે  અનામતનો લાભ થાય છે તેવા લોકોને લાભ અટકાવવાનો કોઈ પ્રયાસ નથી.   આ ભરતી પ્રકિયામાં અનામતનો કોઈ ઘટાડો થયો નથી. સોશિયલ મીડિયામાં ઈરાદા પૂર્વક ગેરસમજ ઉભું કરવાનો પ્રયાસ થયો છે.  તેમણે કહ્યું, આ મામલે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે.