સાબરકાંઠાઃસાબરકાંઠામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, સાબરકાંઠામાં ભાજપ કોર્પોરેટર શશીકાંત સોલંકીએ દાદાગીરી કરી હતી. શશીકાંત સોલંકીએ આમ આદમી પાર્ટીનો ગેરંટી કાર્ડ કેમ્પ બંધ કરાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ હિંમતનગર શહેરના વોર્ડ નંબર 5 માં આપનો ગેર્ંટી કાર્ડ બંધ કરાવ્યો હતો. શહેરના આપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


Ahmedabad : લિફ્ટના નિર્માણ દરમિયાન બની દુર્ઘટના, 7 શ્રમિકોના મોત, ગુજરાત યુનિવર્સિટી પાસેની ઘટના


અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પાસે મોટી દુર્ઘટના ઘટના ઘટી છે. લિફ્ટના નિર્માણ દરમિયાન માચડો તૂટતાં 7 લોકોના મોત નીપજ્યા છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટી પાસે નિર્માણાધીન બ્લિડિંગના લિફ્ટના નિર્માણ દરમિયાન માચડો તૂટતા 7 શ્રમિકોના મોત નીપજ્યા છે. એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં  સાતમા માળેથી લીફટ તૂટતા 7 શ્રમિકોના મોત નીપજ્યા છે. બિલ્ડીંગનું બાધકામનું ચાલી રહ્યું હતું.


આજે સવારે 9 વાગ્યાની આસપાસ એસ્પાયર 2 નામની બિલ્ડીંગમાં આ દુર્ઘટના ઘટી હતી. ઘોઘંબાના રહેવાસી મજૂરો કામ કરતા હતા. દરમિયાન લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા. અત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી. આ પછી અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ. અહીંયા સ્થળ તપાસ માટે આવ્યા છીએ પરંતુ કોઈપણ પ્રકારના જવાબદાર અધિકારી હાજર નથી.


લિફ્ટ તૂટી ત્યારે કુલ આઠ લોકો પડ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યાં હતાં. બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં.   સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા. 


મૃતક શ્રમિકો


સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​​​​​


જગદીશભાઈ રમેશભાઈ નાયક


અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​


મુકેશભાઇ ભરતભાઇ નાયક​​​​​​​


રાજમલ સુરેશભાઇ ખરાડી


પંકજભાઇ શંકરભાઇ ખરાડી


Gujarat Election : ઉમેદવારોની જાહેરાત સાથે AAPમાં કકળાટ શરૂ, પૈસાના જોરે ટિકિટ મળતી હોવાનો આક્ષેપ


Electricity Subsidy In Delhi: વીજળી સબસિડી પર દિલ્હી સરકારનો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી માગવા પર જ મળશે સસ્તી વીજળી


Goa Politics: ગોવામાં કોંગ્રેસ તૂટી, 8 ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો