સાબરકાંઠા: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સહકારી સંસ્થા સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘને વ્યવસ્થાપક સમિતિ માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં ટોટલ 17 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.  જોકે 17 બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ થઈ હતી.  બિનહરીફ બેઠકોમાં હિંમતનગર એક, બાયડ એક, ભિલોડા મોડાસા ધનસુરા અને ખેડબ્રહ્મા બેઠક બિનહરીફ થઈ હતી.


જોકે 11 બેઠકો માટે મતદાન આજે બહુમાળી ભવન ખાતે કરવામાં આવ્યું હતું.  જેમાં હિંમતનગર બે, ઈડર એક, ઈડર બે, વડાલી તલોદ પ્રાંતિજ બાયડ બે અને વ્યક્તિ વિભાગની ચાર બેઠકો માટે મતદાન યોજાયું હતું.  જેમાં કુલ 312 મતદારોએ નોંધાયેલા છે જેની સામે ૨૩૭ મતદારોએ મતદાન કર્યું હતું એટલે કે 76 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.  મતદાન બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં મતદાન થયેલ 11 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.


જોકે વ્યક્તિ વિભાગમાં ચાર બેઠકોમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. જોકે સંઘની ઘેર બેઠક માટે થયેલા મતદાનમાં 10 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારોની જીત થઈ હતી જોકે તલોદ બેઠક પર ભાજપે જાહેર કરેલ ઉમેદવારની હાર થઈ હતી. જોકે જીતેલ ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર હતો પરંતુ તેને પક્ષ વિરોધી સંઘની ચૂંટણીમાં કામગીરી બદલ શોકોઝ નોટિસ આપી પક્ષના પ્રાથમિક સભ્ય પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.


Gujarat Corona Case: ગુજરાતમાં અચાનક કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, અમદાવાદમાં નોંધાયા 13 કેસ



રાજ્યમાં એક તરફ અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે તો બીજી તરફ કોરોનાના કેસમાં અચાનક વધારો થતા ફફડાટ ફેલાયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. આજે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 13 કેસ, રાજકોટમાં 2 કેસ,  ભાવનગર, રાજકોટ શહેર, સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આમ અચાનક કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.


હોળી પહેલા જ કોરોનાના નામની હોળી? કેસમાં 3 ઘણો વધારો થતા ટેંશન
કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા વધારી છે. હોળીનો તહેવાર 8 ફેબ્રુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવનાર છે. આ પહેલા જ ફરી એકવાર દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા છે.


છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 324 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરીએ 95 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કેસ સતત વધી રહ્યા છે. જ્યારે ગત શુક્રવારે દૈનિક નોંધાયેલ આંકડો 300 હતો, જે આજે 324 પર પહોંચી ગયો છે. આ નોંધાયેલા નવા કેસ બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 હજાર 791 થઈ ગઈ છે.