Textbook scam:અમરેલીમાં જ્ઞાનદીપ સ્ટેશનરીમાં સરકાર દ્વારા વિનામુલ્ય અપાતા પાઠ્યપુસ્તકનું વેચાણ થતાં સમગ્ર મામલાને લઇને અનેક સવાવો ઉભા થયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સુહાગિયાએ આ સમગ્ર મામલાને ઉજાગર કર્યો છે. તેઓ જ્યારે સ્ટેશનરીમાં પુસ્તકો ખરીદવા ગયા હતા. તેમણે જોયું કે વિનામુલ્યે લખેલા પુસ્તકનું સ્ટેશનરીમાં વેચાણ થાય છે. આ બાદ તેમણે આ મુદ્દ અધિકારીઓને પણ જાણ કરી હતી. જો કે કોર્પોરેટ સુહાગિયાનો આરોપ છે તે, અંગે અધિકારીને જાણ કરી હોવા છતાં કોઈ તપાસ કરવામાં નથી. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી
જિલ્લા શિક્ષણ અધિકારીએ શું કહ્યું
જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, “માત્ર બે જ પાઠ્યપુસ્તક સ્ટેશનરીમાંથી મળ્યા છે અને દુકાનદારે દાવો કર્યો હતો કે આ બંને પુસ્તકો ગરીબ બાળકોએ પૈસા માટે સ્ટેશનરીમાં વેચ્યા હતા. જો કે આ મુદ્દે અને દુકાનદારને તાકીદ કરી છે. નિયમ ન જાણતા હોવાના કારણે દુકાનદારે પુસ્તક ખરીદી કરી હતી.
કોંગ્રેસે લગાવ્યા આરોપ
સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરનાર પૂર્વ કોર્પોરેટર સુહાગિયાએ કહ્યું કે, “ડીઈઓને આ મુદ્દે ટેલિફોનિક જાણ કરી હતી. ડીઈઓ કચેરીની પણ મીલીભગત હોવાની આશંકા છે કારણ કે ડીઈઓની ટીમ બે પુસ્તકો લઈને જતી રહી.બંને પુસ્તકોમાં વિનામૂલ્યે લખેલું હતું.સરકારી પાઠ્ય પુસ્તકમાં વિનામૂલ્યે લખેલું હોય છે. સરકાર દ્વારા વિના મુલ્યે અપાતા પુસ્તકોનું વેચાણ ખરેખ ગંભીર ચિંતાનો વિષય છે.આ ભ્રષ્ટાચારનો મોટો નમૂનો છે. મધ્યાહન ભોજન હોય કે આંગણવાડી બધામાં ભ્રષ્ટાચાર થાય છે. અહીં સવાલ થવો સ્વાભાવિક છે કે, સરકારી પાઠ્ય પુસ્તકો દુકાનમાં પહોંચ્યા કેવી રીતે? પાઠ્ય પુસ્તક મંડળ આ મુદ્દે તપાસ કરાવે તે જરૂરી છે. કારણ કે અન્ય સ્ટેશનરીમાં પણ આવા પુસ્તકોનો વેપલો ચાલતો હોય તેને ના ન કહી શકાય”