Ranavav Election Result: રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. તમને જણાવી દઈએ કે, અહીં કાંધલા જાડેજા ધારાસભ્ય છે. તો બીજી તરફ કુતિયાણા નગરપાલિકામાં ટાઈ થઈ છે. તમને જણાવી દઈએ કે, કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તેઓ એનસીપીમાં હતા.
તમને જણાવી દઈએ કે, પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુતિયાણામાં 59.83 ટકા મતદાન અને રાણાવાવ પાલિકામાં કુલ 50.19 ટકા મતદાન થયું હતું. આજે એટલે કે, મંગળવારે મત ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં રાણાવાવમા 7 વોર્ડના 7 રાઉન્ડમાં તથા કુતિયાણામાં 6 વોર્ડમાં 6 રાઉન્ડમાં મત ગણતરી થઈ છે. રાણાવાવમાં 7 ટેબલ અને કુતિયાણામાં 3 ટેબલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે, રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં તમામ 7 વોર્ડમાં ભાજપના 28 અને સમાજવાદી પાર્ટીના 28 ઉમેદવારો તથા કુતિયાણા નગર પાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં ભાજપના 24 અને સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા મહત્વની વાત એ છે કે આ વખતે કુતિયાણા પાલિકાની ચૂંટણી પર સમગ્ર ગુજરાતની મીટ મંડાઈ હતી. કુતિયાણા પાલિકામાં અત્યાર સુધી એટલે કે 1985 થી ઢેલીબેન ઓડેદરાનું શાશન ચાલતું હતું. આ વખતે ઢેલીબેન ઓડેદરાની સામે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ તેના સગ્ગા ભાઈ કાના સહિતની ટીમ સમાજવાદી પાર્ટીમાંથી પાલિકામાં ઉતારી હતી. જોકે, કુતિયાણા બેઠક પરથી ટાઈ થઈ છે.
ભાજપ-સમાજવાદી પાર્ટીને ફાળે 10-10 બેઠકો આવતા રસાકસી
પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામ્યો છે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી છે, આજે થઇ રહેલી મતગણતરીમાં કુતિયાણામાં ટાઇ પડી છે. રાજ્યમાં 68 નગરપાલિકાઓમાંથી 25થી વધુ નગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવી લીધો છે, પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી ભાજપને મુશ્કેલીઓ નડી રહી છે. કુતિયાણામાં બન્ને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે.
કાંધલ જાડેજા કુતિયાણા વિધાનસભાના લોકપ્રિય યુવાન નેતા
કાંધલ જાડેજા છેલ્લી ત્રણ ટર્મથી કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે, તેમની આ વિસ્તારની લોકપ્રિયતા અને તેમના દ્વારા કરેલા કામો થકી કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી લડવાની રણનીતિ બનાવવામાં આવી છે. કાંધલ જાડેજા દ્વારા તેમના વિધાનસભા મતવિસ્તારના ખેડૂતો માટે ઉનાળાના સમયમાં અને જ્યારે પાણીની ખૂબ ખેંચ આવે છે, તેવા સમયે સ્વયંમ તેમના સ્વખર્ચે તમામ ખેડૂતોને પિયતનું પાણી પણ તેઓ છેલ્લાં 15 વર્ષથી પૂરું પાડે છે. આ સિવાય કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં અન્ય કામોને લઈને પણ તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. જેથી પ્રથમ વખત કાંધલ જાડેજા સ્વયંમ તેમના નેતૃત્વમાં કુતિયાણા નગરપાલિકાની તમામ 24 બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે, જેને લઈને કુતિયાણા નગરપાલિકાનો જંગ ખૂબ જ રોચક બનવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો.....