Gujarat Politics: ડાંગ જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારના રાજીનામાં બાદ વધુ એક રાજીનામું પડ્યું છે. આહવા મંડળ પ્રમુખ સંજયભાઈ ડી વ્યવહારેએ પોતાના પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને એમના લેટરપેડ ઉપર રાજીનામું મોકલ્યું છે. છેલ્લા ઘણા દિવસથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાખ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. અન્ય હોદ્દેદારો પણ રાજીનામાં આપે એવી શક્યતા છે. 


ઉશ્કેરણીજનક ભાષણ  કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ


 ગીર સોમનાથ જિલ્લાનું ઉના શહેર  જ્યાં ગઈકાલે રાત્રે નાસભાગ મચી ગઈ  જ્યારે અચાનક પથ્થરમારો થયો હતો.  કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. પથ્થરમારા બાદ દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. 


મોડી રાતે SRPની એક ટૂકડી પણ ઉતારી દેવાઈ હતી. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ પણ અલગ-અલગ વિસ્તારમાં જઈ પેટ્રોલિંગ કર્યું હતું.   હાલ તો 70થી વધુ લોકોને રાઉન્ડ અપ કરાયા છે. તેમની પાસે તલવાર,  બેઝ બોલના ધોકા,  હોકી સ્ટીક, લોખંડના પાઈપ સહિતના તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કરાયા છે.  હાલ તો સ્થિતિ કાબૂમાં છે. 


બજારોમાં દુકાનો ખુલતાં ચહલ-પહલ પણ જોવા મળી રહી છે.   પથ્થરમારાની આ ઘટના  કાજલ હિંદુસ્તાનીના ઉશ્કેરણીજનક ભાષણ બાદ બની હતી.  ઉનામાં રામનવમીના દિવસે કાજલ હિંદુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.  ત્યારથી જ ઉનામાં તંગદિલીનો માહોલ હતો.   અંતે ગઈકાલે રાત્રે પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો.   ઉના પોલીસે કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.  પથ્થરમારો કરનાર ટોળા સામે પણ ગુનો દાખલ કરાયો છે.


ગીર સોમનાથના ઉના શહેરના, જ્યાં રામ નવમી ના દિવસે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, 1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગ થયો હતો. જોકે બપોર બાદ શાંતિ સમિતિની બેઠક મળી અને બેઠકમાં પણ તું તું મેં મેં થતા બેઠક રદ થઇ અને સાંજ થતાં ઉના શહેર ગીર સોમનાથ ઇન્ચાર્જ એસપી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફરી એકવાર બેઠક મળી હતી.