Sarangpur Controversy, Rajkot News: ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય સાળંગપુર મામલે વિવાદ વકરી રહ્યો છે. સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ સતત વધી રહ્યો છે, હવે આ મામલે વધુ એક મોટો નિર્ણય બહુ જલદી આવી શકે છે. તાજા રિપોર્ટ પ્રમાણે, નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદથી ગમે ત્યારે હટાવી દેવામાં આવી શકે છે. નૌત્તમ સ્વામિને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદે હટાવવા માટેની માંગ ઉઠી હતી, હવે આ મામલે મોટો નિર્ણય આવી શકે છે.
સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ વકરી રહ્યો છે. આ મામલે કમલ રાવલ ભગવા સેના પ્રમુખે કહ્યું હતુ કે, આ લોકો તો આપણી ગીતા ખોટી પાડશે, આમાં માફી દર વખતે ના હોય, આજે પણ સંતો સાથે બેઠાં છીએ, આપણે ભૂલો કરી છે ત્યારે આજે ભોગવવું પડે છે. આ ઉપરાંત આ વિવાદ મામલે નિખિલ નિમાવત રામાનંદી નવ નિર્માણ સેનાના ડો વિનું પટેલે પણ પોતાનું નિવેદન આપ્યુ હતુ.
સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ વકરી રહ્યો છે. જેમાં આજે સંત સમાજ ઉપરાંત હવે કિન્નર સમાજ પણ આ વિરોધમાં જોડાયો છે. રાજકોટમાં કિન્નર સમાજે ચીમકી ઉચ્ચારી કે ભીંતચિત્રો દૂર નહીં કરવામાં આવે તો જોયા જેવી થશે. વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મનો વિરોધ કરે છે, સ્વામિનારાયણ ધર્મ અઢીસો વર્ષ જુનો છે, જ્યારે સનાતન ધર્મ અને હનુમાન દાદા આદિ અનાદિકાળથી છે.
'સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે તે હિન્દુ ધર્મને શોભતી નથી...' 18 વર્ષ પહેલા જ જાણીતા કથાકારે કહી હતી આ વાત
Sarangpur Controversy: સાળંગપુર વિવાદ રાજ્યમાં વધુને વધુ ઘેરો થઇ રહ્યો છે. હવે આ મામલે એક જુના મુદ્દાએ ગરમાવો પકડ્યો છે. હાલમાં જ રાજકોટમાં આ વાતને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે ખ્યાતનામ કથાકાર મુકુન્દદાસ બાપુનું નિવેદન ચર્ચામાં છે.
અત્યારે સાળંગપુરમાં ભીંતચિતંરોને લઇને વિવાદ ચાલી રહ્યો છે, આ ભીંતચિત્રોમાં હનુમાનજીને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ મુદ્દે સૌરાષ્ટ્રના સાધુ-સંતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતી આ પ્રવૃત્તિઓને લઇને રાજકોટના ખ્યાતનામ કથાકાર કથાકાર મુકુન્દદાસ બાપુએ 18 વર્ષ પહેલા કહ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે તે હિન્દુ ધર્મને ના શોભે. કથાકાર કથાકાર મુકુન્દદાસ બાપુ આ પહેલા અનેકવાર પોતાની કથામાં પણ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે, આગામી 5 તારીખે મંગળવારના રોજ લીંમડીમાં આવેલા મોટા મંદિરમાં સાધુ સંમેલન ભરાવવાનું છે. લીંમડીના સંત લલિત કિશોરજીની આગેવાનીમાં સૌરાષ્ટ્રભરના સંતો-મહંતો અહીં ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે ભીંતચિત્રો દોરવામાં આવ્યા તેને લઈને સૌરાષ્ટ્રના સંત મોહન તો લડી લેવાના મૂડમાં દેખાયા છે.