ગીરના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે સુત્રાપાડાની સરસ્વતી નદીમાં પૂર આવ્યું હતું. સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતાં નજીકના ગામના લોકો જોવા માટ ઉપટી પડ્યા હતાં.
સુત્રાપાડાના પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં પુર આવવાના કારણે માધવરાય ભગવાન પાણીમાં ગરકાવ થયા હતાં. માધવરાય મંદિરમાં 4થી 5 ફૂટ પાણી જોવા મળ્યું હતું. સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાય ભગવાન હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
મંદિરમાં પાણી ઘૂસતાં જ ગામના લોકો દોડી આવ્યા હતાં. આ ઉપરાંત સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતાં જ આસપાસના લોકો પણ જોવા માટે પહોંચી ગયા હતાં.
આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.