સરદાર સરોવર ડેમમાંથી છ લાખ 61 હજાર ક્યૂસેક પાણી છોડતા જિલ્લાના 23 ગામને અલર્ટ કરાયા છે. ડેમમાં સતત પાણીની આવક થતાં નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને તમામ ગામની મુલાકાત માટે સૂચના અપાઈ છે.
રાજ્યમાં ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા મન મૂકીન વરસી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 109.99 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજયના 22 જિલ્લાઓ એવા છે કે જયાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.