ગુજરાતમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસના કેસ પણ  દૈનિક 1 હજારને પાર થઈ ગયા છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્ય સરકારને ચેતવણીની ભાષામાં કેટલાક સૂચનો કર્યાં છે. IMAએ હાલ બાળકોમાં ચાલી રહેલા રસીકરણની સાથે જે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જઈ રહ્યા તેઓને પણ રસી આપવામાં આવે, સાથે સાથે પરિસ્થિતિ અને સંયોગો જોતા શાળામાં શૈક્ષણિક કાર્ય ફરીથી ઓનલાઇન કરવા ચેતવણીની ભાષામાં સૂચન કર્યું છે.


રાજ્યની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો  કોરોનાસંક્રમિત થઈ રહ્યાં છે. જેને પગલે જેમાં રાજ્યમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણો લાવવાની મહત્વપૂર્ણ ભલામણ કરી છે. તેની સાથે સાથે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જનતાને પણ અપીલ કરતા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે વિનંતી કરી છે. 


ઈન્ડીયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચે રાજ્ય સરકારને વર્તમાન કોવિડની પરિસ્થિતિને જોતા કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યાં છે. જેમાં વિદેશથી આવનારા તમામ પ્રવાસીઓ માટે કોવિડ ટેસ્ટ બાદ પ્રવેશ અને તેમના માટે ક્વોરન્ટીન પોલિસી તૈયાર કરવામાં માટે માંગ કરી છે. એટલું જ નહીં, પરંતુ રાજ્યમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણો લાવવા જોઇએ. આ ઉપરાંત ભેગા થવાના કોઈ સ્થાન પર ક્ષમતાના 25 ટકા ટકા લોકોને જ પ્રવેશ આપવામાં આવે. તેની સાથે સાથે હોટેલ, રેસ્ટોરન્ટ, જિમ, સિનેમાની ક્ષમતાના 50% કેપેસિટી સાથે અને રમત ગમતના કાર્યક્રમમાં 35 ટકા કેપિસિટી સાથે યોજાઈ તે હિતાવહ છે.


કોરોનાએ કાળો કેર વર્તાવતાં વધુ એક રાજ્યમાં લાગ્યું નાઇટ કર્યું, બીજા શું લાગ્યા નિયંત્રણ



 


પંજાબઃ સમગ્ર દેશમાં ઓમિક્રોન અને કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે એક પછી એક રાજ્ય દ્વારા નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે. હવે પંજાબમાં પણ કોરોના નિયંત્રણ લગાવી દેવામાં આવ્યા છે. પંજાબ સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે બાર, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, સ્પામાં 50 ટકાની કેપિસિટી સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, તમામ સ્ટાફ ફૂલી વેક્સિનેટ રાખવો પડસે. આ ઉપરાંત જીમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે પંજાબમાં સરકારી ઓફિસોમાં પ્રવેશ ફરજિયાત વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી બનાવી દેવામાં આવ્યા છે. 


દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા. દેશમાં અત્યારે કોરોનાના કુલ કેસ 3,49,60,261 છે, જ્યારે 1,71,830 એક્ટિવ કેસ છે. દેશમાં ઓમિક્રોનના કુલ 1892 કેસ નોંધાયા. જેમાંથી 766 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા.