પોરબંદર: દરિયાઈ સરહદે સુરક્ષા એજંસીએ આપ્યુ એલર્ટ, માછીમારોને આપાઈ સૂચના
abpasmita.in | 30 Sep 2016 07:22 AM (IST)
અમદાવાદ: સરહદે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક બાદ સુરક્ષા એજન્સીઓએ દરિયાઈ સરહદે પણ અલર્ટ આપ્યું છે. સુરક્ષા એજન્સીના અલર્ટથી અને સૂચનાના લઈને અરબી સમુદ્રમાંથી ફીશીંગ બોટને પરત બોલાવાઈ છે. તો માછીમારોને કવર કોડ તેમજ ભારતીય રાષ્ટ્રધ્વજ વ્યવસ્થિત જોવાય તે રીતે રાખવાની સૂચના અપાઈ છે. ઓખા ફિશરિઝ ડિપાર્ટમેંટે એક પરિપત્ર જાહેર કરીને આ સૂચના આપી છે. હાલમાં ઓખાથી 2200 બોટ ફિશિંગ કરવા માટે દરિયામાં ગઈ છે. ઉપરાંત માછીમારોને અંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. મુંબઈ આતંકી હુમલા સમયે પોરબંદરના દરિયાકિનારાનો ઉપયોગ થયો હતો અને આતંકીઓની ઘુસણખોરી માટે પોરબંદરનો દરિયાકિનારો સંવેદનશીલ માનવામાં આવે છે.