અમદાવાદ: જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રના લગ્ન નિધાર્યા હતાં. માયાભાઈના પુત્રની જાન મૂળ વતન બોરડાથી નજીકના કુંડવી ગામે ગઈ હતી તો જાન જુના રીત રિવાજ મુજબ બળદ ગાડા અને ઘોડાના રસાલા સાથે લઈ જવામાં આવી હતી.



દેશમાં આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને જાનમાં ડીજે તથા સંગીત વગાડવામાં આવ્યું ન હતું. માયાભાઇ આહીરના પુત્રના લગ્નમાં 50 જેટલા બળદ ગાડા, 30 જેટલા ઘોડાઓ હતા. અનોખી જાન જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.



મોરારીબાપુ પણ લગ્ન સમારોહમાં જોડાયા હતા. મોરારી બાપુ વરરાજાની સાથે બળદ ગાડામાં બેસી જાનૈયા તરીકે જોડાયા હતા. આ સાથે માયાભાઇ આહીર પણ બળદ ગાડામાં બેસીને જાનમાં જઈ રહ્યા હતાં.