રાજકોટ: પુલવામામાં આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થવાની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં આતંકવાદીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. બીજી બાજુ દેશ માટે શહાદત વહોરનાર સૈનિકોના પરિવારજનોને આર્થિક રીતે મદદ કરી શકાય તે ઉદ્દેશ સાથે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સંગઠનો દ્વારા લાખો રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.


ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ લોકો પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાંથી વધુ સહાય જાહેર થશે તેમાં બે મત નથી. લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હું મારો પગાર દર મહિને ગરીબ દર્દીઓને કેમ્પ કરી આપી દઉં છું. પરંતુ મારો એક પગાર શહીદ થયેલા જવાનોના પરિવારોને આપીશ.

મોરબીનો સિરામિક ઉધોગ હીદોને વ્હારે આવ્યો છે અને મોરબી સિરામિક ઉધોગના 200થી પણ વધુ એકમોએ રૂપિયા 80 લાખથી વધુ રકમની સહાય આપવાની જાહેરાત કરી છે. સિરામિક એસો. દ્વારા કરાયેલી એક પહેલને ઉધોગકારોએ ઝીલી લીધી હતી અને માત્ર 1 કલાકમાં રકમ એકઠી થઇ ગઈ હતી.