અમરેલીમાં પીજીવીસીએલ વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. મળતી જાણકારી અનુસાર, ખેતીવાડી વીજ કનેક્શન લાગ્યા પહેલા ખેડૂતને વીજ બિલ આપવામાં આવી રહ્યા છે. જાફરાબાદના માણસા ગામના ખેડૂતનું કહેવું છે કે, તેમણે ત્રણ વર્ષ પહેલા ખેતીવાડી વીજ કનેક્શન માટે માંગણી કરી હતી ત્યારે વીજ કંપનીનું કોટેશન 19 હજાર 400 રૂપિયા ભર્યું હતું. પરંતુ આજ દિન સુધી પોલ ઉભા કરવામાં આવ્યા નથી. એટલું જ નહી આજ સુધી ટીસી અને મીટર લગાવવામાં આવ્યું નથી. કંપની વીજળી આપી રહી નથી છતાં બિલ ફટકારી રહી છે. આ મુદ્દે અધિકારીઓને પૂછતા તેઓનું કહેવું છે કે, ખેડૂતને આપવામાં આવેલ બિલ કોઈ ટેકનિકલ ક્ષતિથી આવ્યા હશે. રેકોર્ડ તપાસી કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે.
હાર્દિક પટેલનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર? કયા ટોચના નેતા સાથે મુલાકાતની ખબર
ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને લઈને સતત સવાલો ઉઠાવી રહેલા હાર્દિક પટેલ દિલ્હીમાં રહેલા ભાજપના ટોચના નેતાના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે, હાર્દિક હવે હાથનો સાથ છોડી શકે છે. આ પહેલા સીઆર પાટીલે પણ કહ્યું હતું કે, હાર્દિક સહિત ઘણા કોંગ્રેસી નેતા ભાજપની કાર્યપદ્ધતિથી પ્રભાવિત છે. જો કે હાર્દિક હાલમાં કયા ભાજપના નેતાના સંપર્કમાં છે તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
તો બીજી તરફ આજે તાપીના સોનગઢ ખાતે કોંગ્રેસનું યુવા સ્વાભિમાન સંમેલન યોજાયું છે. બેરોજગારી અને ગુજરાતના યુવાનોનોના વિવિધ મુદ્દે યોજાશે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન યોજાયું છે. સોનગઢ નગરમાં યુથ કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવશે બાદમાં દશેરા કોલોની ખાતે સંમેલન યોજાશે. આ સંમેલનમાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.બી.શ્રી નિવાસજી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ હાજર છે. કોંગ્રેસ પક્ષ વચ્ચે ચાલતી નારાજગી વચ્ચે હાર્દિક પટેલ કોંગ્રેસ સંમેલનમાં હાજરી આપી છે. તાપી જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના કાર્યકરો હાજર છે. જો કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો નથી.
મોંઘવારીને લઇને કોગ્રેસ ફરી આક્રમક, આજે રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ યોજશે
ગાંધીનગરઃ મોંઘવારીને લઈ કૉંગ્રેસ ફરી આક્રમક થઇ છે. આજે કોંગ્રેસ રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ યોજશે. લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે રાજ્યભરમાં ધરણા કાર્યક્રમ યોજાશે. રાજ્યના તમામ જિલ્લા મથકો ઉપર કોંગ્રેસ ધરણા કરશે. 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે કોંગ્રેસે રસ્તા પરના કાર્યક્રમો શરૂ કર્યા છે. જેના અનુસંધાનમાં આજે ધરણા કાર્યક્રમ યોજાશે.