મહેસાણા:  વિપુલ ચૌધરીને સેસન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવાઈ છે. ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા કરાયેલી દલીલ માન્ય રખાઈ છે. આર્થિક ગુનો હોવાને કારણે સાક્ષીઓ તોડવાનો ભય હોવાની દલીલ કોર્ટે માન્ય રાખી છે. તો બીજી તરફ વિપુલ ચૌધરીના વકીલ દ્વારા ગુનામાં ખોટી સંડોવણી હોવાની દલીલ કરાઈ હતી.


આવતી કાલથી કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે


અમદાવાદઃ આમ આદમી પાર્ટીના નેતાઓ આવતી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા ગુજરાત આવશે. 1 તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જનસભાને સંબોધિત કરશે. 1 તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જૂનાગઢ ખાતે જનસભાને સંબોધિત કરશે.


2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં જનસભા  સંબોધાશે. 2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્મા ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ આમ આદમી  પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે. મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડા અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરશે.


કેજરીવાલે જે રીક્ષા ચાલકના ઘરે ભોજન લીધું તે યુવાન સમર્થકો સાથે પહોંચ્યો PM મોદીની સભામાં


કેજરીવાલ જે ઓટો રિક્ષા ચાલકના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન આજે પ્રધાનમંત્રીની સભામાં પહોંચ્યા છે. તે પોતાના વિસ્તારના લોકોને લઇને સભામાં પહોંચ્યા છે. રીક્ષા ચાલક યુવકનો ભાજપનો ખેસ પહેરતો વીડિયો પણ સામે આવ્યો છે. આ રીક્ષા ચાલકનું નામ વિક્રમ દંતાણી છે. 


અમદાવાદના રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું પહેલીથી ભાજપમાં જોડાયેલા છે. હું મત નાંખવા શીખ્યો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું. હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું. મને ખબર નહોતી કે તે જમવા આવશે. તેઓ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલી દીધા. બીજી કોઈ વાત કરી નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો નથી. હું પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. જોકે, લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. દુર્દર્શન મેટ્રો સ્ટેશન ખાતેથી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે.



આ પહેલા ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા. આ સિવાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ ત્યાંથી તેઓ મેટ્રો ટ્રેન પ્રસ્થાન કરાવવા પહોંચ્યા હતા. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે. સવારે સાડા દસ વાગ્યે વંદે ભારત ટ્રેનમાં સવાર થઈ PM મોદી ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી પણ કરશે. દેશમાં વિકસિત કરવામાં આવેલ ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ એટલે કે KAVACH ટેક્નિકથી સજજ પહેલી ટ્રેન શૂન્યથી 100 કિ.મી સુધીની ઝડપ માત્ર 52 સેકન્ડમાં પ્રાપ્ત કરશે.


આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં શરૂ થનારી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત KAVACH ટેકનિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2022ના બજેટમાં બે હજાર કિલોમીટર સુધીના રેલ નેટવર્કને કવચ હેઠળ લાવવાની યોજના વિશેની જાહેરાત કરી હતી. રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેનના સત્તાવાર શેડ્યુલની જાહેરાત કરાઇ છે.