ગાંધીનગરઃ કોગ્રેસે રાજ્યસભા ચૂંટણીને લઇને બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ગુજરાતમાંથી કોગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને રાજ્યસભા ચૂંટણી માટેના ઉમેદવાર જાહેર કર્યા છે. આવતીકાલે બંન્ને ઉમેદવાર ફોર્મ ભરશે. ભરતસિંહ સોલંકી શક્તિપ્રદર્શન સાથે ફોર્મ ભરવા જશે. નોંધનીય છે કે ગુજરાતમાં કુલ ચાલ રાજ્યસભા બેઠકો માટે આગામી 26 માર્ચે ચૂંટણી યોજાવવાની છે.

નોંધનીય છે કે ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે. જ્યારે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોગ્રેસના વરિષ્ઠ નેતા અને રણનીતિકાર મનાય છે. તેમણે બી.એસસી, એલએલબી, પત્રકારત્વનો અભ્યાસ કરેલો છે. ૧૯૯૦માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય બન્યા હતા.



નોંધનીય છે કે રાજકોટના અભય ભારદ્ધાજ અને ખેડબ્રહ્માના રમીલાબેન બારાને રાજ્યસભા ચૂંટણી માટેના  ઉમેદવાર બનાવ્યા છે. રમીલાબેન બારા ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય છે જ્યારે અભય ભારદ્ધાજ રાજકોટના જાણીતા વકીલ છે.