શંકરસિંહ વાઘેલા હાલમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા, તેમના આ રાજકીય ભ્રમણથી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોવામાં આવી રહ્યું છે.
તસવીર
Politics: રાજકારણમાં ફરી એકવાર નવા જુની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. લાંબા સમય બાદ ફરી એકવાર ગુજરાતના દિગ્ગજ રાજકારણી શંકરસિંહ વાઘેલા એક્ટિવ થયેલા દેખાઇ રહ્યાં છે. શંકરસિંહ વાઘેલાની હાલમાં એક પૉસ્ટ ખુબ ચર્ચામાં છે. આ પૉસ્ટ લખનઉ વિઝીટની છે.
ખરેખરમાં, શંકરસિંહ વાઘેલા હાલમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા, તેમના આ રાજકીય ભ્રમણથી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોવામાં આવી રહ્યું છે. લખનઉના પ્રવાસ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી, આ પછી તેમને એક પૉસ્ટ શેર કરી હતી, જેમાં તેઓએ વિપક્ષી એકતા માટે કામ કરી રહ્યા હોવાની વાત કહી છે. આ પૉસ્ટની સાથે જ બાપુએ પોતે રાજનીતિમાં સક્રિય હોવાનો પરોક્ષ દાવો પણ કરી દીધો છે. ખાસ વાત છે કે, શંકરસિંહ વાઘેલાએ પોતાના ભ્રમણ દરમિયાન યુપીની રાજધાની લખનઉમાં રાજભવનની મુલાકાત લઈ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.