Delhi Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે, અને હવે આ મુદ્દો રાજકીય થવા લાગ્યો છે, દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાને પોલીસે પકડી લીધો છે અને ઠેર ઠેરથી સબૂતો એકઠા કરવામા આવી રહ્યાં છે.  પરંતુ હવે આ મુદ્દે નેતાઓ નિવેદનો આપવા લાગ્યા છે. આ પહેલા આસામના સીએમ હેમંત બિસ્વાએ મોટુ નિવેદન આપ્યુ છે, હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ આ મુદ્દે પહેલીવાર પોતાની નિવેદન આપ્યુ છે. 


(AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ પર નિવેદન આપતા કહ્યું કે, આ બહુજ દર્દનાક છે અને આને સમાજમાં સહન નથી કરી શકાતુ.  


એબીપી ન્યૂઝના કાર્યક્રમમાં પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે સીએમ કેજરીવાલને પુછવામા આવ્યુ કે દિલ્હીમાં આજકાલ એક મર્ડર કેસની ખુબ ચર્ચા છે, શ્રદ્ધા મર્ડર કેસના આ સવાલ પર નિવેદન આપતા કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં શ્રદ્ધાની સાથે જે થયુ, તે ખરેખર ખરાબ થયુ છે, બહુજ દર્દનાક છે, તે ગુનેગારને તો એવી સજા મળવી જોઇએ કે ભવિષ્યમાં આવુ કરતા પહેલા કોઇપણ કાંપી જાય. આપણા સમાજમાં આ સહન ના કરવામાં આવી શકે. 






આની સાથે જ કેજરીવાલે આ કાર્યક્રમમાં ગુજરાત ચૂંટણીને લઇને પણ કહ્યું કે એપ્રિલમાં જ્યારે પહેલીવાર ગુજરાતમાં આવ્યો ત્યારે મને આ આશા ન હતી કે ગુજરાતમાં અમારા બધા પર આટલો વિશ્વાસ છે. મને દીકરો અને પોતાના ભાઇ માને છે, એકબાજુ બીજેપીનુ ઘમંડ છે, માણસને માણસ નથી સમજતા અને બીજીબાજુ અમારી જનતા જનાર્દન છે, અહીં આપની સરકાર બનશે. 


રામ ગોપાલ વર્માએ આ ટ્વીટ શ્રદ્ધા વોકર મર્ડર કેસ પર કર્યું હતું


શ્રદ્ધા વોકર મર્ડર કેસ પર પોતાનો અભિપ્રાય રાખતા બોલિવૂડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અનેક ટ્વિટ કર્યા છે. રામ ગોપાલ વર્માએ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે- શાંતિથી આરામ કરવાને બદલે તેને (શ્રદ્ધા વોકર) એક આત્મા તરીકે પરત  આવવું જોઈએ અને તેના (આફતાબ પૂનાવાલા)ના 70 ટુકડા કરી દેવા જોઈએ.


અન્ય એક ટ્વિટમાં રામ ગોપાલ વર્માએ એમ પણ લખ્યું છે કે- આ પ્રકારની ક્રૂર હત્યાઓ માત્ર કાયદાના આધારે રોકી શકાતી નથી. પરંતુ જો એવું થાય કે પીડિતોની આત્મા ધરતી પર પરત ફરે અને તેના હત્યારાઓને મારી નાખે તો ચોક્કસ આવી ક્રૂર હત્યાઓ રોકાઈ શકે છે. આ બાબતે હું ભગવાનને વિનંતી કરું છું કે તે આ અંગે વિચાર કરે અને જરૂરી પગલાં લે. આ ટ્વિટ દ્વારા રામ ગોપાલ વર્માએ શ્રદ્ધા વોકરના હત્યારા આફતાબ પૂનાવાલા સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.