ડીસાઃ ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીની સલાહના ધજાગરા ઉડાડીને સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી કરી રહ્યા છે. આવી જ એક ઘટનામાં ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાન્ત પંડ્યાએ લોકગાયિકા કિંજલ દવે સાથે ઘોડા પર સરઘસ કાઢીને સોશિયલ ડિસન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા.


કિંજલ દવેનાં જાણીતા ગીત પર ડાન્સ કરતાં લોકો પણ આ સરઘસમાં જોડાયાં હતાં. કિંજલ દવે પણ ઘોડા પર બેસીને તેમની સાથે જોડાઈ હતી અને સેલ્ફી પણ લીધી હતી.

ડીસાના ડંડોલ ગામે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડીને કઢાયેલા સરઘસમાં જાડાયેલા લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો સરઘસમાં બિન્દાસ્તપણે કોરોનાના ડર વગર ચાલતા જતા દેખાતા હતા. ધારાસભ્ય શશિકાન્ત પંડ્યા પણ કંઈ ખોટું થતું ના હોય એ રીતે ઘોડેસવારીની મજા ઉઠાવતા દેખાયા હતા.

કિંજલ દવેએ સરઘસમાં ઘોડે બેસીને ધારાસભ્ય સાથે સેલ્ફી લીધી હતી. કોરોનાના ડર વગર ઘોડે બેસીને લીધેલી સેલ્ફીની તસવીરો તેણે પણ શેર કરી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ