મોરબીઃ સિરામીક ઉદ્યોગને મળ્યું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાં છે. તે ઉપારંત ચાઈનાના માલ પર આયાત પ્રતિબંધ સરકાર મૂકે તે માટે અવાર નવાર સિરામીક ઉદ્યોગકારો અને અસોસિએશનના પ્રમુખો સરકાર સમક્ષ રજૂઆત કરે છે. તેમ છતા 750 થી વધુ સિરામીક યુનિટમાં રોજગારી મેળવતા પાંચ લાખથી વધુ લોકો માટે સિરામીક એસોસિએશન હોદેદારો અને પ્રમુખ સતત પ્રયત્નશીલ રહે છે.

મોરબી સિરામીક ઉદ્યોગ ટાઇલ્સ વિટ્રિફાઇડ અને સેનેટરીનું ઉત્પાદન ધરાવે છે. સિરામીક માલ અનેક રાજ્યોમાં જાય છે. અને આજ સિરામીક એસોસિએશન મહેનતથી શ્રીલંકા (આંતરરાષ્ટ્રીય) પ્લેટફોર્મ મળતા ઉદ્યોગપતિઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી શ્રીલંકામાં સિરામીકના માલનું વેચાણના થતું હતું બાદમાં એસોસિએશનના પ્રમુખ અને આગેવાનોએ શ્રીલંકાના ટ્રેડિંગ અને ટાઇલ્સના વેપારીઓ સાથે મીટિંગ કરી અને ચાઈના પરની આયાત અને ભારતની આયાતની સમજણ આપી બાદમાં શ્રીલંકાના નાણામંત્રીને મળ્યા અને રજૂઆત કરતા મોરબી સીરામીકને શ્રીલંકામાં ચાઈના સાથે આયાત કરી આપતા મોરબી સિરામીકનું ઉત્પાદન હવે શ્રીલંકામાં પણ વેચાણ થશે.