હવામાન વિભાગની આગાહી મુજબ, વીજળીનાં કડાકા સાથે 30થી 40 કિમીની પવન સાથે કચ્છ, દ્વારકા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયેલા જોવા મળ્યાં છે.
મહત્વનું છે કે, આ વર્ષે નવેમ્બર મહિનામાં પણ શિયાળાની શરૂઆત થઈ નથી. હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, 20 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થવાની છે. તે પહેલા વરસાદની આગાહી છે.
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાક કચ્છ, દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.