પાટણમાં ભારતીય જનતા પાર્ટીના નેતા રજની પટેલે શક્તિ પ્રદર્શન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. પાટણમાં રજની પટેલના સન્માનમાં પાટણમાં રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ખુલ્લી ગાડીમાં રજની પટેલ સવાર થયા હતા. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં બાઈક ચાલકો જોડાયા હતા. DJના તાલે રોડ શો યોજાયો હતો.
ભાજપના રોડ શોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કરવામાં આવ્યા છે. માસ્ક ના પહેરીને ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઇન્સના લીરેલીરે ઉડાડવામાં આવ્યા છે. ડીજેના તાલે આ બાઇક રેલી અને ગાડીઓનો કાફલો નીકાળવામાં આવ્યો હતો. રજની પટેલના રોડ સોમાં ભાજપના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા. રોડ પર આતીશબાજી કરવામાં આવી હતી. ત્યારે સવાલ તે છે કે શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ હોય છે. શું નેતાઓને કોઈ જ નિયમો લાગૂ પડતા નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કોરોના ગાઈડલાઈનના નિયમો નેવે મુકીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. આ પહેલા રાજકોટમાં પણ નેતાઓએ સરકારની ગાઇડલાઇન્સનો ભંગ કર્યો હતો. સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં ગાઇડલાઇન્સના ધજાગરા ઊડાડવામાં આવ્યા હતા. ભાજપના અભિવાદન કાર્યક્રમમાં ભીડ ભેગી થઈ હતી અને આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો.
ભાજપના નેતાને આવકારવા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા, મંજૂરી ન હોવા છતા ડિ.જે સાથે રેલી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jan 2021 04:09 PM (IST)
ભાજપના રોડ શોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કરવામાં આવ્યા છે. માસ્ક ના પહેરીને ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઇન્સના લીરેલીરે ઉડાડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -