વડોદરા/સુરતઃ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અનેક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે. જોકે સુરત અને વડોદરામાં બેડની સ્થિતિના આંકડા સામે આવ્યા છે. જેમાં વડોદરામાં કુલ 13284 બેડમાંથી 9631 બેડ ભરેલા છે જ્યારે 3563 બેડ ખાલી છે. આઈસીયુમાં સારવાર માટે કુલ 2345 બેડમાંથી 2125 બેડ ભરેલા છે જ્યારે 220 બેડ ખાલી છે. ઓક્સિજન ધરાવતા કુલ 5781 બેડમાંથી 4665 બેડ ભરેલા છે જ્યારે 1316 બેડ ખાલી છે. આ સાથે જ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ થવા માટે કુલ 5158 બેડમાંથી 3041 બેડ ભરેલા છે જ્યારે 2117 બેડ ખાલી છે.


સુરતની વાત કરીએ તો સુરતમાં હાલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે કુલ 1009 બેડ ખાલી છે. જેમાં સ્મિમેર હોસ્પિટલમાં કુલ 941 બેડમાંથી 337 બેડ ખાલી છે. સ્મિમેરમાં HDU વોર્ડમાં 373 બેડ ખાલી છે. સ્મિમેરમાં વેન્ટિલેટર ધરાવતા ફક્ત 4 બેડ ખાલી છે. નવી સિવિલ હોસ્પિટલમાં 1518 બેડમાંથી 338 બેડ ખાલી છે. જ્યારે નવી સિવિલમાં HDU વોર્ડમાં દાખલ થવા માટે 298 બેડ ખાલી છે. નવી સિવિલમાં વેન્ટિલેટર ધરાવતા 40 બેડ ખાલી છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13804 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 142 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે.


રાજ્યમાં ગઈકાલે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 21, સુરત  કોર્પોરેશનમાં 19,  રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-2, મહેસાણમાં 4, જામનગર કોર્પોરેશન-9,  બનાસકાંઠા-5, જામનગર-5, વડોદરા-6,  ભાવનગર કોર્પોરેશન-4, પાટણ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, ભાવનગર 4, ગાંધીનગર 2, દાહોદ 1, જૂનાગઢ 2,  જૂનાગઢ કોર્પોરેશન 2, વલસાડ 2, ભરૂચ 3,  મહીસાગર 1, રાજકોટ 3, સુરેન્દ્રનગર 4, પંચમહાલ 1,  સાબરકાંઠા 6, મોરબી 4, અમદાવાદ 1, અરવલ્લી 1,  છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકામાં 4 અને બોટાદમાં 2ના મૃત્યુ થયા હતા.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 5411,  સુરત કોર્પોરેશનમાં 2176, સુરત 641, રાજકોટ કોર્પોરેશન- 626, વડોદરા કોર્પોરેશન-546, મહેસાણા-476, જામનગર કોર્પોરેશન-354, બનાસકાંઠા-278,  જામનગર-253, કચ્છ-210, વડોદરા-170,  ભાવનગર કોર્પોરેશન-166, પાટણ-165,  ગાંધીનગર કોર્પોરેશન-163, ભાવનગર 136,  ખેડા 129,  ગાંધીનગર 117,  દાહોદ 115,  જૂનાગઢ 110, જૂનાગઢ કોર્પોરેશન 108, નવસારી 108, વલસાડ 107, ભરૂચ 106, મહીસાગર 93, રાજકોટ 93, સુરેન્દ્રનગર 93, તાપી 89, અમરેલી 87, ગીર સોમનાથ 85, પંચમહાલ 83, સાબરકાંઠા 79, મોરબી 61, અમદાવાદ 59, અરવલ્લી 59, આણંદ 52 કેસ નોંધાયા હતા.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.