ગુજરાતના ઐતિહાસિક મંદિર સોમનાથ માટે આજે મહત્વનો દિવસ છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી આજે અનેક પ્રોજેક્ટસનો શુભારંભ થયો.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા આજે જે પ્રોજેક્ટની શરૂઆત થઇ છે. તેમાં સોમાથ,સૈરગાહ,  સોમનાથ પ્રદર્શની કેન્દ્ર અને જૂના સોમનાથ પુનનિર્મિત મંદિર પરિસર સામેલ છે.આ સાથે જ પાર્વતી મંદિરની આધારશિલા પણ રખાશે.


આ  પરિયોજનામાં શું હશે ખાસ?
બાર જ્યોર્તિલિંગમાંથી પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિર શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ ધામમાં પ્રવાસી અને શ્રદ્ધાળુને વધુ આકર્ષવા માટે નવા પ્રોજેક્ટની આધારશિલા આજે પીએમ મોદી દ્રારા રાખવામાં આવી છે. પીએમ મોદીએ વર્ચ્યુઅલી આ તમામ પ્રોજેક્ટસની શરૂઆત કરાવી. સોમનાથ સૈરગાહને  ‘પ્રસાદ(તીર્થયાત્રા કાયાકલ્પ, અને આધ્યાત્મિક, ધરોહર સંવર્ધન અભિયાન) યોજના’ હેઠળ 47 કરોડ રૂપિયાથી વધુ ખર્ચથી વિકસિત કરવામાં આવ્યું છે.’પર્યટક સુવિધા કેન્દ્ર’ના પરિસરમાં વિકસિત સોમનાથ પ્રદર્શની કેન્દ્રમાં જૂના સોમનાથ મંદિરના ખંડિત ભાગના જૂના સોમનાથની નાગર શૈલીની મંદિર  વાસ્તુકળા વાળી મૂર્તિને દર્શાવવામાં આવી છે.


તો જૂના સોમનાથ મંદિરના પુનનિર્મિત મંદિર પરિસરને સોમનાથ ટ્રસ્ટ દ્રારા 3.5 કરોડ રૂપિયાના કુલ ખર્ચે અહલ્યાબાઇ દ્રારા નિર્મિત મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ઉપરાંત પાર્વતીમંદિરનું નિર્માણ 30 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. આ મંદિરમાં સોમપુરા સાલત શૈલીમાં મંદિરનું નિર્માણ, ગર્ભ ગૃહ અને નૃત્ય મંડપનો વિકાસ કરવાનો સામેલ છે.


સોમનાથના વોક વેની વિશેષતા
અહીં આવનાર શ્રદ્ધાળુઓ માટે  વોક વે સમુદ્રની લહેરોની સાથે સોમનાથ મંદિરને જોવાની અનોખી જગ્યાં બની રહેશે. મંદિરનો શંખનાદ, સમુદ્રનો અવાજ અહીંથી સંભળાશે,  સોમનાથ તીર્થસ્થાનની શોભા અને આકર્ષણમાં વધારો કરનાર બની રહેશે,  મંદિર પરિસરમાં જ  દેવી પાર્વતી મંદિરનું પણ નિર્માણ થશે જેનું  ભૂમિપૂજન આજે વર્ચ્યુઅલી પીએમ મોદી દ્રારા કરવામાં આવ્યું. સોમનાથ મંદિરની પરિયોજનાના શુંભારંભનો આ કાર્યક્રમ રામમંદિર ઓડિટોરિયમમાં યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલી જોડાયા હતા.