સોમનાથઃ ગીર સોમનાથના તાલાલા તાલુકાના ગામે યુવતીને પતિના મામાના દીકરા સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને પતિની ગેરહાજરીમાં શરીર સુખ માણતાં હતાં. આ વાતની ખબર પતિને પડતાં તેણે પતિનો મોબાઈલ તપાસ્યો હતો. તેમાં પત્નિના પોતાના જ મામાના દીકરા સાથેના શરીર સંબંધોની વાત સાચી નિકળતાં તેણે મામાના દીકરાની હત્યા કરી નાંખી હતી. હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલા નજીકના એક ગામે રહેતા યુવકનાં 13 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં.  બંનેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. યુવક બાંધકામની ઓફિસમાં કામ કરતો હતો. આ દરમિયાન યુવકની પત્નિને રતિના દૂરના મામાના દીકરા સાથે શરીર સંબંધ બંધાયા હતા. આ વાતની પતિને ખબર પડતાં યુવકને દૂરના મામાના દિકરા સાથે અગાઉ બોલાચાલી થઈ હતી.  


આ ઝગડા પછી પણ પત્નિના વર્તનના કારણે યુવકને તેની પત્ની સાથે પિતરાઈના આડાસંબંધ હોવાની આશંકા હતી. યુવકે શંકાની ખાતરી કરવા પત્નીના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ ચાલુ કરી નાંખ્યું હતું. આ વાતથી પત્નિ અજાણ હતી. બાદમાં યુવકે થોડા દિવસો દરમિયાન થયેલા કોલ રેકોર્ડિંગ સાંભળતા મામાના દીકરા  સાથે પોતાની પત્નીની વાતો સાંભળીને બંનેના સંબંધો પાકા થયા હતા. ગુસ્સે ભરાયેલા યુવકે પત્નિના પ્રેમીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.


બે દિવસ પહેલા સાંજના 7 વાગ્યે પત્નિનો પ્રેમી પોતાના ગામ જતો હતો, ત્યારે રસ્તામાં ગલીયાવડ નજીક હીરણ નદીના કિનારા પાસે રસ્તા પર પતિએ પ્રેમીનું  બાઈક રોકાવી તેના પર છરી વડે હુમલો કર્યો હતો અને  છરીના 17 થી 18 ઘા મારી હત્યા કરી પોતાના ગામ જતો રહ્યો હતો.


આ ઘટનાની પોલીસને જાણ થતા તાલાલા પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો. જે બાદ પોલીસે અતુલના સગા સંબંધીઓ પરીવારોના નિવેદનો લેતાં શંકાની સોય ફોઈના દીકરા તરફ જતાં પોલીસે યુવકેને ઝડપી લઈ આકરી પુછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી લીધી હતી.