Aravalli News: અરવલ્લી જિલ્લાના ડોક્ટરના પુત્રનું કુલ્લુ પાસે નદીમાં (doctor son drown in river) ડૂબી જતા મોત થયું છે. મોડાસા શહેરના  (modasa city)  ડો.હિરેન શાહના (Dr. Hiren Shah) પુત્ર સોહમ શાહનું (Son Soham Shah) આકસ્મિક મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે.  હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલ્લુ જિલ્લાના મણિકર્ણ ઘાટી પાસે આ ઘટના બની હતી. મિત્રો સાથે કુલ્લુ મનાલી (Kullu) ફરવા ગયેલા સોહમ શાહનું ગત બપોરે પાર્વતી નદીમાં (Parvati River) ડૂબી જવાથી મોત થયું હતું. કુલ્લુ પોલીસ  (Kullu Police) ટીમે નદીમાંથી યુવકને બહાર કાઢી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે સોહમ ને મૃત જાહેર કર્યો હતો

કુલ્લુ પોલીસ વડા કાર્તિકેયને ઘટનાની તપાસ હાથ ધરી છે. સોહમ શાહના મૃતદેહ ને લેવા પરિવારજનો કુલ્લુ પહોંચી ગયા છે. ભાવિ ડોકટર સોહમ શાહના મોત થી સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક સોહમ શાહ અમદાવાદ MBBS માં અભ્યાસ કરતો હોવાની માહિતી સામે આવી છે.


ધંધુકા તાલુકાના પડાણા ગામે હજુ એક વર્ષ પહેલા જ લવ મેરેજ કરી રહેવા ગયેલી ધંધુકાની યુવતીને પતિ, સાસુ અને જેઠે શારીરિક-માનસિક ત્રાસ આપી જીવન નર્ક બનાવી મરવા મજબૂર કરતા માત્ર ચાર માસની માતાએ પંખા સાથે લટકી જઈ જિંદગીનો અંત આણી દીધો હતો.


ઘટના સંદર્ભે મળતી વિગત અનુસાર ધંધુકામાં દરિયાપીરની દરગાહ પાસે રહેતા મરિયમબેન બચુભાઈ તલાટ (ઉ.વ.55)ની બી.એ. પાસ પુત્રી રૂકસાદબાનુ (ઉ.વ.23)એ એકાદ વર્ષ પૂર્વે પડાણા ગામે રહેતો સોહિલ ઐયુબભાઈ પાદરશી નામના શખ્સ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ સોહિલ પાદરશી, સાસુ જકુબેન ઐયુબભાઈ પાદરશી અને જેઠ અનિસ ઐયુબભાઈ પાદરશી (રહે, ત્રણેય પડાણા, તા.ધંધુકા)એ અવાર-નવાર ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ મજબૂર કરતા ગઈકાલે સોમવારે મોડી રાત્રિના 11-30 કલાકના અરસામાં રૂકશાદબાનુએ સાસરીના પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મરિયમબેન તલાટે તેમના દીકરીને મરવા મજબૂર કરનાર જમાઈ સોહિલ પાદરશી, દીકરીના સાસુ જકુબેન પાદરશી અને જેઠ અનિસ પાદરશી સામે નોંધાવેલી ફરિયાદના આધારે ધંધુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી દેતા તેના ચાર માસના માસૂમ પુત્રે માતાની છત્રછાયા ગુમાવી હતી.